HomeGujaratમોરબીના આમરણમાં જૂની અદાવતમાં યુવાન અને મિત્ર પર ધોકા વડે હુમલો, છ...

મોરબીના આમરણમાં જૂની અદાવતમાં યુવાન અને મિત્ર પર ધોકા વડે હુમલો, છ સામે ફરિયાદ

મોરબી તાલુકાના આમરણ ગામે જૂની સામાન્ય બોલાચાલીનો ખાર રાખીને છ શખ્સોએ એક યુવાન અને તેના મિત્ર પર લાકડાના ધોકા વડે હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે. હુમલામાં બંનેને શરીરે મૂઢ ઈજાઓ પહોંચતા આ મામલે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, આમરણ ગામે રહેતા અને ડ્રાઇવિંગનો વ્યવસાય કરતા સેજાભાઈ રમેશભાઈ શિરોયા (ઉં.વ. 27)એ ગામના જ ગુલામહુશેન અસરફમીયા બુખારી, વસીમ મહમદ સોલંકી, ઈસ્માઈલભાઈ સલેમહમદભાઈ સોલંકી, ઈકબાલભાઈ અલીભાઈ સોલંકી, સોકતભાઈ અસરફભાઈ બુખારી અને પરવેઝભાઈ ઈસાભાઈ સોલંકી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવ્યા મુજબ, અગાઉ ફરિયાદી સેજાભાઈ અને તેમના મિત્ર સાજીદભાઈ રજાકમીયા બુખારી વચ્ચે આરોપીઓ સાથે સામાન્ય બોલાચાલી થઈ હતી. આ જૂની વાતનો ખાર રાખીને છ આરોપીઓએ એકસંપ થઈ લાકડાના ધોકા જેવા હથિયારો વડે ફરિયાદી અને તેમના મિત્ર સાથે ઝઘડો કર્યો હતો. આ દરમિયાન બંનેને ગાળો ભાંડી ધોકા વડે માર મારવામાં આવતા શરીરે મૂઢ ઈજાઓ પહોંચી હતી.

આ બનાવ અંગે સેજાભાઈ શિરોયાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે તમામ છ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,710SubscribersSubscribe

TRENDING NOW