HomeGujaratમાળીયાના ચાંચાવદરડામાં જાહેરમાં તીન પત્તીનો જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા, રૂ. 12,300...

માળીયાના ચાંચાવદરડામાં જાહેરમાં તીન પત્તીનો જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા, રૂ. 12,300 રોકડ કબજે

માળીયા મિયાણા તાલુકાના ચાંચાવદરડા ગામે હનુમાનજીની ડેરી પાસે જાહેરમાં તીન પત્તીનો જુગાર રમતા પાંચ શખ્સોને માળીયા મિયાણા પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસની કાર્યવાહીમાં આરોપીઓ પાસેથી રૂ. 12,300ની રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે.

બનાવની મળતી વિગતો મુજબ, માળીયા મિયાણા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન ચાંચાવદરડા ગામે હનુમાનજીની ડેરી પાસે કેટલાક શખ્સો જાહેરમાં તીન પત્તીનો જુગાર રમતા હોવાની જાણ થતાં પોલીસે સ્થળ પર દરોડો પાડ્યો હતો. જેમાં પાર્થભાઈ નવલભાઈ આદ્રોજા (રહે. બાલાજી ટાવર, પંચાસર રોડ, મોરબી), મોહનભાઈ મોતીભાઈ વણોલ (રહે. ખાખરાળા), હિતેષભાઈ હમીરભાઈ પરમાર અને દિલીપભાઈ હમીરભાઈ પરમાર (બંને રહે. તરઘડી) તેમજ પ્રભુભાઈ મોતીભાઈ આદ્રોજા (રહે. ચાંચાવદરડા)ને ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે પાંચેય આરોપીઓ પાસેથી જુગારના દાવ પરની રૂ. 12,300ની રોકડ રકમ કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,710SubscribersSubscribe

TRENDING NOW