HomeGujaratમોરબી જિલ્લામાં શાળા છોડી ચુકેલા કે ક્યારે ન ગયેલા બાળકોનો ખાસ...

મોરબી જિલ્લામાં શાળા છોડી ચુકેલા કે ક્યારે ન ગયેલા બાળકોનો ખાસ સર્વે હાથ ધરાશે

મોરબી જિલ્લામાં શિક્ષણથી વંચિત રહેલા બાળકોને ફરીથી શિક્ષણની મુખ્ય ધારામાં જોડવા માટે સમગ્ર શિક્ષા અંતર્ગત વિશેષ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. જુદા જુદા કારણોસર શાળા બહાર રહેલા ૬ થી ૧૯ વર્ષની વયજૂથના બાળકો, ધોરણ ૧ થી ૧૨ નું શિક્ષણ પૂર્ણ કરી શક્યા ન હોય તેવા બાળકો (Out of School Children) તેમજ વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકોની ઓળખ, નામાંકન અને શૈક્ષણિક પુનર્વસન માટે આ સર્વે કરવામાં આવશે.

આગામી તા. ૦૪/૧૨/૨૦૨૬ થી તા. ૧૦/૧૨/૨૦૨૬ સુધી શાળા કક્ષાએ આ સર્વે હાથ ધરવામાં આવશે. આ અભિયાનને સફળ બનાવવા માટે સરકારના વિવિધ વિભાગો, એનજીઓ, સામાજિક સંસ્થાઓ અને જાહેર જનતાને સક્રિય સહયોગ આપવા સમગ્ર શિક્ષા દ્વારા અનુરોધ કરાયો છે.

જો કોઈ નાગરિક કે સંસ્થાના ધ્યાને આવા શાળા બહારના બાળકો આવે, તો નજીકની સરકારી શાળા, ક્લસ્ટર અથવા તાલુકા કક્ષાના બીઆરસી (BRC) ભવન ખાતે તુરંત જાણ કરવા જિલ્લા સમગ્ર શિક્ષાના પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર અને મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની યાદીમાં જણાવાયું છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,710SubscribersSubscribe

TRENDING NOW