HomeGujaratમોરબીમાં શરદોત્સવ નિમિત્તે પરશુરામ ગ્રુપ આયોજિત દીકરીઓ તલવાર રાસ રજૂ કર્યો

મોરબીમાં શરદોત્સવ નિમિત્તે પરશુરામ ગ્રુપ આયોજિત દીકરીઓ તલવાર રાસ રજૂ કર્યો

મોરબી શહેરના સામા કાંઠા વિસ્તારમાં આવેલા પરશુરામ યુવા ગ્રુપ દ્વારા ભારતી વિદ્યાલય સામેના ગ્રાઉન્ડમાં શારદોત્સવનું આયોજન કરાયું હતું જેમાં બ્રહ્મ સમાજની બહેનો અને દીકરીઓ દ્વારા રાસ ગરબા કરવામાં આવ્યા હતા આ આયોજનમાં દીકરીઓ દ્વારા આકર્ષક તલવાર રાસ કરી હાજર મેદનીને મંત્ર મુગ્ધ કરી દીધી હતી. દીકરીઓએ માત્ર ચાર દિવસની પ્રેક્ટિસમાં આ રાસ તૈયાર કર્યો હતો, જેની સૌએ પ્રશંસા કરી હતી.

 

પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ કૌશલભાઈ મહેતા, મહામંત્રી ધર્મેશભાઈ રાવલ અને વિશ્વાસભાઈ જોષી સહિતની ટીમે આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમ મોરબીમાં ઉમા ટાઉનશીપ સામે, ભારતી વિદ્યાલય પાસે આવેલા માં નવરાત્રિના ગ્રાઉન્ડમાં યોજાયો હતો. રાસોત્સવમાં ભાગ લેનાર દીકરીઓને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,690SubscribersSubscribe

TRENDING NOW