HomeGujaratમોરબી ફાયર વિભાગ દ્વારા સિનેમાના કર્મચારીઓને ફાયર સેફ્ટીની તાલીમ અપાઈ

મોરબી ફાયર વિભાગ દ્વારા સિનેમાના કર્મચારીઓને ફાયર સેફ્ટીની તાલીમ અપાઈ

મોરબી મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા નાગરિકોની સુરક્ષા અને આગની દુર્ઘટનાઓ અટકાવવાના હેતુથી ફાયર સેફ્ટી અંગે જાગૃતિ લાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. તા. 14 થી 20 ઓક્ટોબર દરમિયાન ફાયર વિભાગ દ્વારા એક સિનેમાના 25 કર્મચારીઓને ફાયર પ્રિવેન્શનની તાલીમ આપવામાં આવી હતી.

આ કામગીરી અંતર્ગત બિલ્ડિંગમાં ફાયર સેફ્ટી સર્ટિફિકેટ તેમજ ફાયર સેફ્ટી સિસ્ટમના ઇન્સ્ટોલેશનની ચકાસણી કરવામાં આવી હતી. ફાયર સેફ્ટીમાં ખામીઓ ધરાવતી ઇમારતોને નોટિસ આપવામાં આવી હતી. સાથે જ આગથી બચાવ માટે જરૂરી સૂચનો અને માર્ગદર્શિકા પણ આપવામાં આવી હતી. આ ઉપરાંત ફાયર સેફ્ટી પ્લાનની ચાર અરજીઓ સંબંધિત આર.એફ.ઓ. કચેરીમાં આગળની કાર્યવાહી માટે મોકલવામાં આવી હોવાનું ફાયર વિભાગે જણાવ્યું છે.

ફાયર વિભાગનો મુખ્ય હેતુ નાગરિકોને આગ સામે સુરક્ષાનાં પગલાં, ફાયર સાધનોના યોગ્ય ઉપયોગ અને કટોકટીના સમયે તાત્કાલિક મદદ મેળવવા અંગે માહિતગાર કરવાનો છે, જેથી આગની નાની ઘટના વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલાં તેને નિયંત્રિત કરી શકાય અને જાનમાલનું નુકસાન અટકાવી શકાય. ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, આ સમયગાળા દરમિયાન મોરબીમાં સાત ફાયર કોલ અને એક રેસ્ક્યૂ કોલની ઘટનામાં ફાયર જવાનોએ કામગીરી કરી હતી. કોઈપણ આગ અથવા કટોકટીની સ્થિતિમાં નાગરિકો મોરબી ફાયર અને ઇમરજન્સી સર્વિસના 02822-230050, 101 અથવા 112 નંબર પર સંપર્ક કરી શકે છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,690SubscribersSubscribe

TRENDING NOW