HomeGujaratવિદરકામાં દારૂના કેસ અને અફવાઓના મુદ્દે બે જૂથ વચ્ચે મારામારી, સામસામે ફરિયાદ...

વિદરકામાં દારૂના કેસ અને અફવાઓના મુદ્દે બે જૂથ વચ્ચે મારામારી, સામસામે ફરિયાદ નોંધાઈ

માળિયા મિયાણાના વિદરકા ગામે આઠમની રાત્રે દારૂના કેસ અને અફવાઓ ફેલાવવાના મુદ્દે બે જૂથ વચ્ચે વિવાદ ઉગ્ર બન્યો હતો.બોલાચાલી બાદ બંને પક્ષે એકબીજા પર ગાળો ભાંડી ધોકા અને ઢીકાપાટુથી માર માર્યાના આક્ષેપ સાથે પોલીસમાં સામસામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, હાલ મોરબીના શનાળા રોડ પર રહેતા વિશાલભાઈ મનસુખભાઈ બાબરીયાએ અનીલ નીલેશભાઈ થરેશા, રાકેશ નીલેશભાઈ થરેશા, અજયભાઈ રમેશભાઈ થરેશા અને ગેલાભાઈ રમેશભાઈ થરેશા સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં આક્ષેપ કરાયો છે કે અનીલભાઈ અગાઉ પ્રોહિબિશનના ગુનામાં પકડાયા હોવાની વાત ગામમાં થતી હોવાની બાબતે મનદુઃખ રાખી બોલાચાલી કરી હતી. ત્યારબાદ રાકેશભાઈએ લાકડાના ધોકાથી સાથળના ભાગે માર માર્યો હતો, જ્યારે અન્ય બે આરોપીઓએ ઢીકાપાટુનો માર માર્યો હતો.

બીજી તરફ, અનીલભાઈ નીલેશભાઈ થરેશાએ વિશાલભાઈ મનસુખભાઈ બાબરીયા, અમિત મનસુખભાઈ બાબરીયા અને રાજદીપ નાનજીભાઈ બાબરીયા સામે સામી ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, અગાઉના દારૂના કેસ અંગેના સમાચાર અને અફવાઓ ફેલાવવાના મુદ્દે પૂછપરછ કરવા જતાં વિવાદ થયો હતો. આ દરમિયાન વિશાલભાઈએ ગાળો આપી લાફો માર્યો અને જમણા પગમાં ધોકો માર્યો હોવાનો આક્ષેપ છે. જ્યારે અમિતભાઈ અને રાજદીપભાઈએ ઢીકાપાટુનો માર માર્યો હોવાની પણ ફરિયાદ કરવામાં આવી છે.

આમ, વિદરકા ગામે એક જ વિવાદમાં બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાવતાં માળિયા મિયાણા પોલીસે ગુના નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,690SubscribersSubscribe

TRENDING NOW