HomeGujaratવાંકાનેરના ઢુવા-માટેલ રોડ પર ગેરકાયદે ગેસ રીફિલિંગ કૌભાંડનો પર્દાફાશ, બે આરોપી ઝડપાયા

વાંકાનેરના ઢુવા-માટેલ રોડ પર ગેરકાયદે ગેસ રીફિલિંગ કૌભાંડનો પર્દાફાશ, બે આરોપી ઝડપાયા

વાંકાનેર તાલુકાના ટુવા-માટેલ રોડ પર SOG ટીમે બાતમીના આધારે બે દુકાનોમાં દરોડા પાડી ગેરકાયદેસર ગેસ રિફિલિંગના ધંધાનો પર્દાફાશ કર્યો છે. સનહાર્ટ સિરામિક સામે પ્રયાગ પ્લાઝા-૨ સ્થિત મહાદેવ કિરાણા ભંડાર અને રોલસ્ટાર સિરામિક સામે ખોડિયાર-૨ ચેમ્બરમાં આવેલી ઉમી ગેસ એજન્સીમાં નિયમોની વિરુદ્ધ ગેસ રિફિલિંગ થતું હોવાનું સામે આવ્યું છે.

પોલીસે મહાદેવ કિરાણા ભંડારમાંથી રૂ. ૧,૮૨,૪૫૦ની કિંમતના ૮૧ ખાલી અને ૧૨ ભરેલા ગેસના બાટલા સહિત રિફિલિંગનાં સાધનો જપ્ત કર્યા છે. જ્યારે ઉમી ગેસ એજન્સીમાંથી રૂ. ૭૫,૪૫૦ની કિંમતના ૨૯ ખાલી અને પાંચ ભરેલા બાટલા તેમજ અન્ય સાધનો કબજે કરવામાં આવ્યા છે. બંને સ્થળેથી કુલ રૂ. ૨,૫૭,૯૦૦નો મુદ્દામાલ જપ્ત કરાયો છે.

આ કાર્યવાહી દરમિયાન અયાજભાઈ અબ્દુલકરીમભાઈ મેમણ અને અમીનભાઈ અબ્દુલકરીમભાઈ મેમણને ઝડપી લેવામાં આવ્યા છે. બંને વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં અલગ-અલગ ગુના નોંધી ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ની વિવિધ કલમો તેમજ આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ગેસના બાટલામાંથી અન્ય બાટલામાં ગેરકાયદે ગેસ ભરવાની પ્રવૃત્તિ આગ અને વિસ્ફોટ જેવી ગંભીર દુર્ઘટનાને નોતરી શકે છે. આથી પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,690SubscribersSubscribe

TRENDING NOW