HomeGujaratવાડીના રસ્તાના પ્રશ્ને પરિવાર પર ધોકાથી હુમલો: છ શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ...

વાડીના રસ્તાના પ્રશ્ને પરિવાર પર ધોકાથી હુમલો: છ શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ

હળવદ તાલુકાના રાયસંગપર રોડ પર આવેલી ખેતીની વાડીના રસ્તાને લઈને થયેલા વિવાદમાં મારામારીની ઘટના સામે આવી છે. ગોકુલનગરમાં રહેતા સંજયભાઈ નરશીભાઈ ચાવડાની વાડીનો રસ્તો બંધ કરી દેવાતાં મામલતદાર કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી. કોર્ટનો ચુકાદો સંજયભાઈના પક્ષમાં આવ્યા બાદ રસ્તો ખુલ્લો કરાવવા જતાં વિવાદ વકર્યો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.

ફરિયાદ મુજબ, ગત ૧૫ ઓક્ટોબરના રોજ સંજયભાઈ પરિવારજનો સાથે રસ્તો ખુલ્લો કરાવવા પહોંચ્યા હતા. તે સમયે મનજીભાઈ છગનભાઈ સોનગ્રા સહિત છ વ્યક્તિઓએ ગાળો ભાંડી ધોકા વડે હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ઘટનામાં વિપુલભાઈ હીરાભાઈ, કરશનકાકા અને સંજયભાઈને ઈજાઓ પહોંચી હોવાની ફરિયાદ નોંધાઈ છે.

આ ઉપરાંત, આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો પણ આક્ષેપ છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હળવદની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાં મહેશભાઈ ચાવડા સાથે પણ મારામારી થઈ હોવાની વિગતો ફરિયાદમાં સામે આવી છે.

ઘટનાને પગલે હળવદ પોલીસે મનજીભાઈ સોનગ્રા, જગદીશભાઈ સોનગ્રા સહિત છ વ્યક્તિઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,690SubscribersSubscribe

TRENDING NOW