HomeGujaratમોરબી BAPS સ્વામિનારાયણ મંદિરના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની તડામાર તૈયારીઓ, 25 ઓક્ટોબરે મુખ્ય...

મોરબી BAPS સ્વામિનારાયણ મંદિરના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની તડામાર તૈયારીઓ, 25 ઓક્ટોબરે મુખ્ય પ્રતિષ્ઠા વિધિ

મહંતસ્વામી મહારાજ 20 ઓક્ટોબરે મોરબી પધારશે, 4 નવેમ્બર સુધી ભક્તોને આપશે દર્શન અને આશીર્વાદ

મોરબીમાં BAPS સ્વામિનારાયણ મંદિરના ભવ્ય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ પાવન પ્રસંગે BAPS સંસ્થાના આધ્યાત્મિક ગુરુ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ તા. 20 ઓક્ટોબરના રોજ સવારે 9 વાગ્યે મોરબી પધારશે. તેઓ 4 નવેમ્બર સુધી મોરબીમાં રોકાણ કરી હરિભક્તોને દર્શન અને આશીર્વાદ આપશે.

મહોત્સવના મુખ્ય કાર્યક્રમો તા. 23 ઓક્ટોબરથી શરૂ થશે. પ્રથમ દિવસે ‘વિશ્વશાંતિ મહાયજ્ઞ-1’ અને સ્વાગત સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ 24 ઓક્ટોબરના રોજ ‘વિશ્વશાંતિ મહાયજ્ઞ-2’ સાથે ઠાકોરજીની ભવ્ય શોભાયાત્રા યોજાશે.

તા. 25 ઓક્ટોબર, રવિવારના રોજ મહોત્સવનો મુખ્ય દિવસ રહેશે. આ દિવસે મહંતસ્વામી મહારાજના હસ્તે ભગવાનની મૂર્તિઓની પ્રતિષ્ઠા વિધિ સંપન્ન થશે. સાંજે મંદિરના લોકાર્પણ સાથે શરદ પૂર્ણિમાની વિશેષ સભાનું આયોજન કરવામાં આવશે. આ પ્રસંગે મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહેવાની અપેક્ષા છે.

આગળના કાર્યક્રમો અંતર્ગત તા. 28 ઓક્ટોબરથી 2 નવેમ્બર સુધી દરરોજ સવારે પ્રાતઃપૂજા અને દર્શન, સાંજે સત્સંગ સભા તેમજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. તા. 2 નવેમ્બરના રોજ સાંજે વિરાટ મહિલા સંમેલનનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવના અંતર્ગત વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા ભક્તિમય માહોલ સર્જાશે. મહંતસ્વામી મહારાજ 4 નવેમ્બરના રોજ મોરબીથી વિદાય લેશે.

મોરબીમાં યોજાનારા આ ભવ્ય મહોત્સવને લઈને હરિભક્તોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે અને મંદિર પરિસરમાં તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,690SubscribersSubscribe

TRENDING NOW