મોરબીના વાવડી રોડ પર આવેલી ન્યુ ગાયત્રી સોસાયટી શેરી નં.-3માં જાહેર સ્થળે તીનપત્તીનો જુગાર રમતા 9 મહિલાઓ સહિત કુલ 10 શખ્સોને મોરબી સિટી એ-ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસની કાર્યવાહીમાં સ્થળ પરથી રોકડ રૂ.24,400 સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ, સિટી એ-ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન ન્યુ ગાયત્રી સોસાયટીમાં કેટલાક લોકો જાહેરમાં ગોળ કુંડાળું વળી પૈસાની હાર-જીતનો તીનપત્તીનો જુગાર રમતા હોવાની માહિતી મળી હતી. જેના આધારે પોલીસે દરોડો પાડતા સ્થળ પરથી ચંદ્રકલાબેન રામકીશન જાદવ, વિશાલભાઈ અગ્રાવત, ગીતાબેન સુરેલા, રીનાબેન મકવાણા, ભુમીબેન ઉર્ફે દિવ્યાબેન પટેલ, શિતલબેન ગોવાણી, કાજલબેન ચોટલીયા, જયશ્રીબેન જોષી, અંસોયાબેન ઉર્ફે હશીબેન ભટ્ટાસણા અને સવિતાબેન મનાણી મળી કુલ 10 વ્યક્તિઓને ઝડપી લીધા હતા.
પોલીસે તમામ આરોપીઓ પાસેથી રોકડ રૂ.24,400 કબજે કરી જુગારધારા કલમ-12 હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

