HomeGujaratહળવદના જુના ઇશનપુરમાં જમીન વિવાદનું મનદુઃખ રાખીને ત્રણ શખ્સોએ યુવાન પર હુમલો...

હળવદના જુના ઇશનપુરમાં જમીન વિવાદનું મનદુઃખ રાખીને ત્રણ શખ્સોએ યુવાન પર હુમલો કર્યો

હળવદના જુના ઇશનપુર ગામે રહેતા ભુપતભાઈ તળશીભાઈ પરમારે હળવદ પોલીસ મથકમાં આરોપી લાલજીભાઈ ઉર્ફે જગદીશભાઈ, કરશનભાઈ વશરામભાઈ અને રમેશભાઈ વશરામભાઈ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદ અનુસાર, ફરિયાદી ભુપતભાઇ અને આરોપીઓ વચ્ચે જમીનના હિસ્સાને લઈને લાંબા સમયથી મનદુઃખ ચાલી રહ્યું હતું. આ અદાવતના કારણે આરોપીઓએ ફરિયાદી પર લાકડાના ધોકા વડે હુમલો કરી મારપીટ કરી હતી. સાથે જ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ બનાવ અંગે હળવદ પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW