HomeGujaratમોરબી જિલ્લા કોંગ્રેસમાં મુકેશ ગામીની ફરી એન્ટ્રી, 30 કાર્યકરો સાથે પહેર્યો ખેસ

મોરબી જિલ્લા કોંગ્રેસમાં મુકેશ ગામીની ફરી એન્ટ્રી, 30 કાર્યકરો સાથે પહેર્યો ખેસ

ચૂંટણી પહેલા જિલ્લામાં રાજકીય ગરમાવો વધી રહ્યો છે. મોરબી કોંગ્રેસમાં ભરતી મેળો શરૂ થયો હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. ભાજપ સાથે જોડાયેલા અનેક આગેવાનો ફરી કોંગ્રેસમાં ઘર વાપસી કરતા જોવા મળી રહ્યા છે, જેના કારણે રાજકીય ચર્ચાઓ તેજ બની છે.

માહિતી મુજબ, કેટલાક આગેવાનો ભાજપમાંથી ટિકિટ મેળવવા માટે ગાંધીનગર સુધી દોડધામ કરી હતી, પરંતુ ટિકિટ ન મળતા તેઓએ ફરી કોંગ્રેસ તરફ વળવાનું પસંદ કર્યું છે. સાથે સાથે જિલ્લા પ્રમુખ પદ માટેની કમિટમેન્ટને લઈને પણ અંદરો અંદર રાજકીય ગોઠવણો ચાલી રહી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

રાજકીય વર્તુળોમાં એવી પણ ચર્ચા છે કે વિધાનસભાની ચૂંટણી દરમિયાન પ્રમુખ પદને લઈને બાકાજીકી બોલી કરવામાં આવી હતી. પરંતુ બાદમાં તે વચનો પૂર્ણ ન થતા કેટલાક આગેવાનો ભાજપ સાથે જોડાયા હતા. હવે ફરીથી પરિસ્થિતિ બદલાતા તેઓ કોંગ્રેસમાં વાપસી કરી રહ્યા છે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ કોંગ્રેસ જિલ્લા પ્રમુખનું હાર્ટએટેકથી અવસાન થતાં સંગઠનમાં ખાલી જગ્યા ઉભી થઈ હતી, જેને ધ્યાનમાં રાખીને કાર્યકારી પ્રમુખની નિમણૂક કરવામાં આવી હતી. આ પરિસ્થિતિએ પણ રાજકીય હલચલોને વેગ આપ્યો છે.

આ સમગ્ર ઘટનાક્રમમાં મુકેશ ગામીનું નામ ખાસ ચર્ચામાં છે. તેઓ ક્ષણિક ગુસ્સામાં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા, પરંતુ છેલ્લા બે-ત્રણ વર્ષ દરમિયાન ભાજપમાં અસંતોષનો સામનો કર્યા બાદ હવે ફરી કોંગ્રેસમાં ઘર વાપસી કરી છે.

મુકેશ ગામીએ જણાવ્યું હતું કે કિશોરભાઈ વારંવાર તેમને કોંગ્રેસમાં પાછા આવવા માટે કહેતા હતા. તેમના ગામમાં બનેલી એક દુખદ ઘટના બાદ તેમણે મન બનાવીને કોંગ્રેસમાં વાપસી કરવાનો નિર્ણય લીધો હતો.

છેલ્લા બે દિવસથી ચાલી રહેલા હાઈ વોલ્ટેજ રાજકીય ડ્રામા બાદ મુકેશ ગામીએ અમદાવાદ અને ગાંધીનગરમાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો સાથે બેઠક કરી અંતે કોંગ્રેસમાં વાપસી કરી છે.

હાલ મોરબીમાં કોંગ્રેસ પોતાની સ્થિતિ મજબૂત બનાવવાના પ્રયાસમાં લાગી હોવાનું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે, જ્યારે ભાજપ માટે આ ઘટના રાજકીય રીતે ઝટકો માનવામાં આવી રહી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW