HomeGujaratહળવદમાં સરકારી વીજપોલ તોડી પાડનાર અને કર્મચારીને ધમકાવનાર શખ્સ વિરુદ્ધ ફરિયાદ

હળવદમાં સરકારી વીજપોલ તોડી પાડનાર અને કર્મચારીને ધમકાવનાર શખ્સ વિરુદ્ધ ફરિયાદ

હળવદના ચંદ્રગઢ ગામની સીમ વિસ્તારમાં સરકારી વીજપોલને નુકસાન પહોંચાડવાની તથા સરકારી ફરજમાં અવરોધ ઊભો કરવાની ઘટના સામે આવી છે.

માહિતી મુજબ, ચંદ્રગઢ ગામે રહેતા સમુખ મૂળજીભાઈ જાદવે પોતાના ઉધડ રાખેલા ખેતરમાં આવેલ સરકારી વીજપોલને ઇરાદાપૂર્વક પાડી સરકારને આર્થિક નુકસાન પહોંચાડ્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

બાદમાં વીજ વિભાગના કર્મચારી હિરેનગીરી હરેશગીરી ગૌસ્વામી (ઉ.વ. 41), રહે. હળવદ, વીજપોલને ફરીથી ઊભો કરવા સ્થળ પર પહોંચ્યા હતા. તે દરમિયાન આરોપીએ તેમને કામ કરવા રોક્યા હતા અને સરકારી ફરજમાં અવરોધ ઉભો કર્યો હતો. આરોપીએ ગાળો બોલી ટાંટિયા તોડી નાખવાની તેમજ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

આ બનાવ અંગે હળવદ પોલીસ મથકે સરકારી કામગીરીમાં રુકાવટ તેમજ અંદાજે રૂ. 83,913ના વીજપોલના નુકસાન અંગે ગુનો નોંધાવી વધુ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW