HomeGujaratટંકારાના ઘુનડા ગામે જમીન વિવાદનો ખાર રાખી વૃદ્ધ પર લાકડાથી હુમલો, ચાર...

ટંકારાના ઘુનડા ગામે જમીન વિવાદનો ખાર રાખી વૃદ્ધ પર લાકડાથી હુમલો, ચાર શખ્સો સામે ફરીયાદ

મોરબી શહેરના પરશુરામ પોટરી સો, ઓરડી રોડ પર વરીયા દેવના મંદિર પાછળ રહેતા ધનજીભાઈ દેવજીભાઈ જાદવે ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, તેઓ ધુનડા (સ) ગામે મહાકાળી માતાજીના મંદિરે શ્રીફળ ચઢાવવા ગયા હતા.

તે દરમિયાન, અગાઉ જમીન મુદ્દે થયેલી બોલાચાલીનો ખાર રાખીને દેવજીભાઈ માવજીભાઈ જાદવ, હરેશભાઈ માવજીભાઈ જાદવ, રમેશભાઈ માવજીભાઈ જાદવ અને નરેશભાઈ માવજીભાઈ જાદવે તેમને મંદિર બહાર રસ્તામાં રોક્યા હતા. આરોપીઓએ તેમને મંદિર આવવા પર મનાઈ કરી હતી. આ વાતનો વિરોધ કરતા આરોપીઓ ઉશ્કેરાઈ ગયા અને ગાળો આપી લાકડાના ડંડાથી માર માર્યો હતો.

ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. પોલીસે આ મામલે ફરિયાદ નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW