HomeGujaratમોરબીમાં રવિવારે ડાયાબિટીસ દર્દીઓ માટે નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન

મોરબીમાં રવિવારે ડાયાબિટીસ દર્દીઓ માટે નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન

મોરબી શહેરમાં ડાયાબિટીસના દર્દીઓ માટે નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી આર્યતેજ ફિઝીયોથેરાપી ક્લિનિક અને સત્યમ હોસ્પિટલના સંયુક્ત આયોજન હેઠળ આ કેમ્પ રવિવાર તા. 21/12/2025ના રોજ સવારે 8 થી બપોરે 12 વાગ્યા સુધી ત્રીજો માળ, નીલકંઠ પ્લાઝા-2, નાની કેનાલ રોડ, સનરાઇઝ વિલા સોસાયટીની બાજુમાં, મોરબી ખાતે યોજાશે. કેમ્પ દરમિયાન ડાયાબિટીસ તેમજ તેની સાથે જોડાયેલી બી.પી., કિડની, હૃદય, લીવર અને નસોની તકલીફ અંગે નિષ્ણાત તબીબો દ્વારા નિઃશુલ્ક તપાસ અને માર્ગદર્શન આપવામાં આવશે. આ કેમ્પમાં ડૉ. પુનિત પડ્સુંબીયા (મોટી ઉમરે થતા રોગના નિષ્ણાત) અને ડૉ. ધર્મેશ ભાલોડિયા (MD-Medicine) દ્વારા દર્દીઓની તપાસ કરવામાં આવશે. કેમ્પમાં આવનારા દર્દીઓને પોતાની અગાઉની મેડિકલ રિપોર્ટ્સ સાથે લાવવાની વિનંતી કરવામાં આવી છે. કેમ્પ માટે પૂર્વ અપોઇન્ટમેન્ટ ફરજિયાત રહેશે. અપોઇન્ટમેન્ટ માટે મો. 95124 10055 પર સંપર્ક કરી શકાય છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,710SubscribersSubscribe

TRENDING NOW