ધ્રોલ સ્થિત ગાર્ડી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ વિષયક એક માર્ગદર્શક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ગાર્ડી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ધ્રોલ તથા એમ.પી. શાહ મેડિકલ કોલેજ, જામનગરના સંયુક્ત પ્રયાસથી યોજાયો હતો.
સેમિનારમાં વક્તા તરીકે ડો. પ્રજય પટેલીયા અને ડો. ભાવિનભાઈ હાજર રહી વિદ્યાર્થીઓને માનસિક સ્વાસ્થ્યના મહત્વ અંગે ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમ દરમિયાન સંસ્થાના પ્રિન્સિપાલ ડો. વિજયભાઈ સોજીત્રાએ ઉપસ્થિત મહેમાનો તથા વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યું હતું.
સેમિનારનું સફળ સંચાલન ડો. એન.એમ. હીરપરાએ સંભાળ્યું હતું, જ્યારે કાર્યક્રમની આભારવિધિ ડો. કે.વી. ડોબરિયા દ્વારા કરવામાં આવી હતી. આ સેમિનારને સફળ બનાવવા ડો. જી.એમ. ગાવિત તથા પ્રા. જશુબેન ચૌધરીનો મહત્વપૂર્ણ સહયોગ રહ્યો હતો. વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓએ હાજરી આપી આ માહિતીસભર અને ઉપયોગી સેમિનારને ઉત્સાહભેર આવકાર્યો હતો.

