HomeGujaratમોરબીમાં જુની અદાવતનો ખાર રાખી પાંચ શખ્સોએ બે વ્યકિત પર ધારીયા વડે...

મોરબીમાં જુની અદાવતનો ખાર રાખી પાંચ શખ્સોએ બે વ્યકિત પર ધારીયા વડે હુમલો કર્યો

મોરબીના શનાળા રોડ પર આવેલ હાઉસિંગ બોર્ડમાં રહેતા શક્તીસિંહ દીલીપસિંહ ઝાલાએ આરોપી અજયસિંહ વિજયસિંહ જાડેજા, પાર્થરાજસિંહ ભગીરથસિંહ ગોહીલ, કૃષ્ણરાજસિંહ નરેંદ્રસિંહ જાડેજા, રવી ઉર્ફે છપરી બહાદુર સિંહ ઝાલા અને ઉર્વરાજસિંહ ઉર્ફે ઉર્વીસ સામે મોરબી સીટી એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ફરીયાદી શક્તીસિંહને આરોપીઓ અજયસિંહ અને પાર્થરાજસિંહ સાથે જુની અદાવત હોય જેનો ખાર રાખી આ આરોપીએ શક્તીસિંહને ધમકી આપેલ હોય બાદ આ આરોપીઓ એક્ટીવા પર આવીને શક્તીસિંહ સાથે ગાળાગાળી કરી મારી નાખવાની ધમકી આપી જતા રહી થોડીવાર બાદ ફરીવાર શક્તીસિંહના ઘર પાસે આવીને સાહેદ નૈમીષને લોખંડના ધારીયા વડે ઉંધો એક ઘા મારી મુંઢ ઈજા પહોચાડી તેમજ શક્તીસિંહ સાથે ગાળાગાળી કરી વારાફરથી ઢીકા પાટુનો માર મારેલ તેમજ લોખંડના ધારીયા વડે ખભા ઉપર એક ઘા મારતા ઇજા પહોચાડી હતી. આ બનાવ અંગે પોલીસે ફરિયાદીની ફરિયાદ આધારે આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW