મોરબી સબ જેલના કાચા કામના કેદી દિવ્યરાજસિંહ ઉર્ફે લક્કી નરેન્દ્રસિંહ રાઠોડ તા.28/08/2024ના રોજ દીન-3ના વચગાળાના જામીન રજા ઉપર જેલ મુક્ત થયેલ જેને મોરબી જેલ ખાતે તા. 01/09/2024નારોજ હાજર થવાનું હોય પરંતુ આરોપી વચગાળાના જામીન પરથી ફરાર થઇ ગયેલ હોય જે કેદી દિવ્યરાજસિંહ ઉર્ફે લક્કી નરેન્દ્રસિંહ રાઠોડ રહે. મધ્યપ્રદેશ વાળાને ખાનગી બાતમી આધારે હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મળી આવતા પકડી પાડી મોરબી સબ જેલ હવાલે કરવામાં આવેલ.

