મોરબીના શનાળા રોડ પર આવેલ ઉમિયા નગર સોસાયટીમાં રહેતા વિશ્વરાજસિંહ જીતેન્દ્રસિંહ ઝાલા નામના યુવાને ગઈકાલના રોજ પોતાના ઘરે કોઇ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતા તેને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડી ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને તપાસી મરણ જાહેર કરવામાં આવ્યો હતો. આ બનાવ અંગે મોરબી સીટી એ-ડીવીઝન પોલીસે તેના મુત્યુ અંગે એડી નોધ કરી તપાસ હાથ ધરી છે.

