HomeGujaratRSS શતાબ્દી પર ટપાલ ટિકિટ-સિક્કો જાહેર કર્યાં,ભારતીય ચલણ પર પહેલીવાર ભારત માતા...

RSS શતાબ્દી પર ટપાલ ટિકિટ-સિક્કો જાહેર કર્યાં,ભારતીય ચલણ પર પહેલીવાર ભારત માતા દેખાયાં

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના શતાબ્દી સમારોહનું  આયોજન દિલ્હીના  ડૉ. આંબેડકર આંતરરાષ્ટ્રીય કેન્દ્ર ખાતે કરવામાં આવ્યું હતું.જેમાં RSSના યોગદાનને પ્રકાશિત કરતી એક સ્મારક ટપાલ ટિકિટ અને સિક્કો બહાર પાડ્યાં હતાં.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના શતાબ્દી સમારોહમાં સંબોધન કરતાં PM મોદીએ કહ્યું, “RSSના સ્વયંસેવકોએ ક્યારેય કડવાશ બતાવી નથી, પછી ભલે પ્રતિબંધો લાગેલા હોય કે કાવતરાં. RSSનો મંત્ર રહ્યો છે કે જે સારું છે, જે ઓછું સારું છે, બધું આપણું જ છે.” RSSના યોગદાનને દર્શાવતી એક સ્મારક ટપાલ ટિકિટ અને ₹100નો સિક્કો પણ બહાર પાડ્યો. તેમણે કહ્યું હતું કે રાષ્ટ્રની સેવા અને સમાજને સશક્ત બનાવવામાં સતત કાર્યરત RSSના સ્વયંસેવકો પણ આ ટપાલ ટિકિટમાં દેખાય છે.તેમ પીએમ મોદી એ જણાવ્યું હતું.

PMએ કહ્યું, “અન્યાય પર ન્યાયનો વિજય થાય છે, અંધકાર પર પ્રકાશનો વિજય થાય છે… આ ભારતીય સંસ્કૃતિના વિચાર અને વિશ્વાસની એક કાલજયી ઘોષણા છે. 100 વર્ષ પહેલાં આવા ભવ્ય પ્રસંગે RSSની સ્થાપના કોઈ સંયોગ નહોતો.” આ હજારો વર્ષો જૂની પરંપરાનું પુનરુત્થાન હતું, જેમાં રાષ્ટ્રીય ચેતના સમયાંતરે દરેક યુગના પડકારોનો સામનો કરવા માટે નવા અવતારોમાં પોતાને પ્રગટ કરે છે. સંઘ એ શાશ્વત રાષ્ટ્રીય ચેતનાનો સદ્ગુણી અવતાર છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW