HomeGujaratઅમદાવાદમાં 15 વર્ષીય સગીરા સાથે ગેંગરેપ

અમદાવાદમાં 15 વર્ષીય સગીરા સાથે ગેંગરેપ

અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં 15 વર્ષીય સગીરા સાથે ગેંગરેપની ઘટના બની છે. સગીરા જે સોસાયટીમાં રહેતી હતી, તે સોસાયટીના જ યુવક અને તેના મિત્રોએ મળીને 4 મહિના પહેલા સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. જો કે, સગીરા કઈ બોલતી ન હોવાથી પરિવારે પુછપરછ કરતા ભાંડો ફૂટ્યો હતો. પોલીસે હાલ ચાર યુવકો વિરુદ્ધ ગુનો નોધી ધરપકડ કરી છે. આ અંગે SC, ST સેલ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

અમદાવાદમાં શાહીબાગમાં રહેતી 15 વર્ષીય સગીરા સ્કૂલમાં અભ્યાસ કરે છે. સગીરાને ચાર મહિના અગાઉ તેની સોસાયટીમાં રહેતા યુવકે પોતાના ઘરે બોલાવી હતી. જોકે સગીરાને ઘરે બોલાવ્યા બાદ યુવકના ઘરે અગાઉથી જ તેના અન્ય ત્રણ મિત્રો પણ હાજર હતા. સગીરા યુવકના ઘરમાં આવતા ચારે યુવકોએ ભેગા મળીને સગીરા સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચાર્યું હતું. જે બાદ બનાવ અંગે સગીરાને કોઈને જાણ ના કરવા પણ કહ્યું હતું.

બનાવના દિવસથી સગીરા ગુમસમ રહેતી હતી અને સ્કૂલે પણ નિયમિત જતી ન હતી. બનાવ અંગે સગીરાના પરિવારે જ્યારે તેની સાથે વાતચીત કરી ત્યારે સગીરાએ તેની સાથે બનેલી દુષ્કર્મની ઘટનાની જાણ કરી હતી. સગીરાના પરિવારે આ અંગે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં યુવકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે દુષ્કર્મ અને એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધી ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW