હળવદ પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીના આધારે હળવદના ડુંગરપર ગામે દરોડો પાડ્યો હતો. જ્યાં વિક્રમભાઈ ગોરધનભાઈ વિઠલાપરાના રહેણાંક મકાનની બાજુમાં પડતર મકાનમાં દરોડો પાડ્યો હતો. તે મકાનના રસોડામાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની રોયલ ચેલેન્જ વ્હીસ્કીની બોટલ નંગ-20, રોયલ સ્ટગ વ્હીસ્કીની 750 મીલીની બોટલ નંગ-19, લંડન પ્રાઇડ વ્હીસ્કીની 180 મીલીની બોટલ નંગ-19, વાઇટ લેસ વોડકાની 180 મીલીની બોટલ નંગ-216 તથા ટુબર્ગ 500 મીલીના બીયર ટીન નંગ-17 તથા કિંગફીશર 500 મીલીના ટીન નંગ-10 મળી ઇંગ્લીશ દારૂનો કુલ કિ.રૂ.- 80,390નો મળેલ મુદામાલ પોલીસે ઝડપી પાડયો હતો. જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

