HomeGujaratમોરબી શહેર ભાજપ ઉપાધ્યક્ષ આરતીબા રાણાની દિકરીના જન્મદિવસ નિમિત્તે મહા રક્તદાન શિબિરનું...

મોરબી શહેર ભાજપ ઉપાધ્યક્ષ આરતીબા રાણાની દિકરીના જન્મદિવસ નિમિત્તે મહા રક્તદાન શિબિરનું આયોજન

મોરબી: તા. 22/05/2025 – મોરબી શહેર ભાજપના ઉપાધ્યક્ષ આરતીબા રાણાના દિકરીબા એવા બંશીબા રાણાના જન્મદિવસ નિમિત્તે એક વિશાળ મહા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.

આ શિબિર ગુરૂવાર, તા. 22 મે 2025ના રોજ સવારે 9 કલાકથી બપોરે 12 કલાક સુધી સંસ્કાર બ્લડ સેન્ટર, GIDC મેઈન રોડ, શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ પાછળ, મોરબી-1 ખાતે યોજાશે. આ મહાન સેવાકાર્યમાં અનેક વિશિષ્ટ મહેમાનોની ઉપસ્થિતિ રહેશે. મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે.

જેમાં કાંતિલાલ અમૃતિયા (ધારાસભ્ય,મોરબી-માળિયા), ડો. જયંતીભાઈ ભાડેસીયા (પશ્ચિમ ક્ષેત્ર સંઘચાલકજી), જયંતીભાઈ રાજકોટિયા (મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ), લાખાભાઈ જારીયા (પૂર્વ પ્રમુખ, મોરબી શહેર ભાજપ), બ્રિજેશભાઈ મેરજા (પૂર્વ મંત્રી, ગુજરાત સરકાર), પ્રદીપભાઈ વાળા (પ્રદેશ અગ્રણી,ભાજપ), દશરથસિંહ ઝાલા- અદેપર (પ્રમુખ, રાજપૂત સમાજ મોરબી), રીસીપભાઈ કૈલા (મોરબી શહેર ભાજપ પ્રમુખ) તેમજ અન્ય ગણમાન્ય મહેમાનોનું પણ આ પ્રસંગે સન્માનભેર સ્વાગત કરવામાં આવશે.

આ કાર્યક્રમમાં વિવિધ સમાજના આગેવાનોએ સહભાગી થવા અને વધુમાં વધુ રક્તદાતાઓને પ્રોત્સાહિત કરવા આહવાન કરાયું છે. આ અભિયાનમાં સ્વસ્થ સમાજના નિર્માણ માટે દાતા તરીકે આપની હાજરી આપવી સૌનું નૈતિક કર્તવ્ય છે.

સહયોગ સ્વામિનારાયણ સંસ્કારધામ ટ્રસ્ટ – મોરબી સંચાલિત
આયોજક :આરતીબા રાણા
ઉપાધ્યક્ષ, મોરબી શહેર ભાજપ
સંપર્ક: 95860 70572

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW