ઇસ્કોન હરે કૃષ્ણ મંદિર, ભાડજ દ્વારા 16 થી 24 જુલાઈ દરમિયાન આધ્યાત્મિક ઉત્સવોની શ્રેણી
અમદાવાદ: અષાઢી બીજના પાવન અવસરે ઇસ્કોન હરે કૃષ્ણ મંદિર, ભાડજ દ્વારા તા. 16 જુલાઈથી 24 જુલાઈ, 2026 દરમિયાન અમદાવાદ તથા આસપાસના વિવિધ વિસ્તારોમાં ભગવાન શ્રી જગન્નાથ, બલદેવજી અને સુભદ્રાજીની ભવ્ય રથયાત્રાઓનું આયોજન કરવામાં આવ્યું છે.
વિશ્વમાં ચાલી રહેલા યુદ્ધો, તણાવ અને અશાંતિના સમયમાં આ વર્ષની રથયાત્રા વિશ્વશાંતિ, સૌહાર્દ, માનવ એકતા અને આધ્યાત્મિક જાગૃતિનો સંદેશ લઈને આવી રહી છે. હરિનામ સંકીર્તન દ્વારા સમગ્ર વિશ્વમાં શાંતિ, કરુણા અને સર્વજીવ કલ્યાણ માટે પ્રાર્થના કરવામાં આવશે.
આ ઉત્સવની સૌથી વિશિષ્ટ બાબત એ છે કે ભગવાન શ્રી જગન્નાથ, બલદેવજી અને સુભદ્રાજી સ્વયં મંદિરની બહાર આવીને દરેક વ્યક્તિને પોતાના દર્શન આપે છે. આ રીતે ભગવાન પોતાના ભક્તોના ઘરઆંગણે અને વિસ્તાર સુધી પધારીને સૌને દિવ્ય દર્શનનો દુર્લભ અવસર પ્રદાન કરે છે, જેને વૈષ્ણવ શાસ્ત્રોમાં ભગવાનની વિશેષ કૃપા તરીકે વર્ણવવામાં આવ્યું છે.
કાર્યક્રમનું સમયપત્રક
16 જુલાઈ (ગુરુવાર) – સવારે 9:00 – વડસર
16 જુલાઈ – સાંજે 5:00 – સુપરસિટી
16 જુલાઈ – સાંજે 5:30 – બેસિલ વુડ્સ
17 જુલાઈ (શુક્રવાર) – સાંજે 5:00 – માધવ ઇકો વિલેજ
17 જુલાઈ – સાંજે 5:30 – કડી
18 જુલાઈ (શનિવાર) – સવારે 9:00 – ડિંગુચા
18 જુલાઈ – સાંજે 5:30 – કલોલ
18 જુલાઈ – સાંજે 5:30 – નારણપુરા–ઘાટલોડિયા
18 જુલાઈ – સાંજે 5:00 – માધવ ઇકો વિલેજ
19 જુલાઈ (રવિવાર) – સાંજે 5:00 – માધવ ઇકો વિલેજ
19 જુલાઈ – સાંજે 5:30 – મણિનગર
19 જુલાઈ – સાંજે 5:30 – ગાંધીનગર
19 જુલાઈ – સાંજે 6:00 – નવરંગપુરા
24 જુલાઈ (શુક્રવાર) – સાંજે 5:30 – સાણંદ
હરિનામ સંકીર્તન, ભક્તિમય નૃત્ય અને મહાપ્રસાદ વિતરણ સાથે ભવ્ય રીતે શોભાયાત્રા યોજાશે જેમાં હજારો ભાવિકો ભગવાનના પવિત્ર નામોના સંકીર્તન સાથે રથ ખેંચવાનો દિવ્ય લાભ પ્રાપ્ત કરશે.

