મોરબીની સિદ્ધાર્થ સોસાયટીમાં નિવાસ કરતા કેશવલાલ રામજીભાઈ ચાવડાએ હળવદ પોલીસ સ્ટેશનમાં મારામારી અને ધમકી અંગે ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ મુજબ, તેમના કાકાના પુત્ર જયંતીભાઈની પુત્રીએ ચુપણી ગામના પ્રદીપભાઈ સાથે પ્રેમલગ્ન કર્યા હતા. આ બાબતને લઈને મનદુઃખ રાખતા ચુપણી ગામના રહેવાસી ઉકાભાઈ દુદાભાઈ મકવાણાએ ફરિયાદી સાથે બોલાચાલી કરી હતી અને આરોપ છે કે, ઉકાભાઈએ ફરિયાદીને અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ પોતાની પાસે રહેલા લાકડાના ધોકાથી હુમલો કરી કેશવલાલ ચાવડાના જમણા પગ તેમજ શરીરના અન્ય ભાગે ઇજા પહોંચાડી હતી. આ ઘટના અંગે કેશવલાલ ચાવડાએ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે આરોપીઓ સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

