પહેલગામ હુમલા બાદથી ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ હવે ઓછો થાય તેવી સ્થિતિ સર્જાઈ શકે છે ભારત અને પાકિસ્તાન તરફથી એક બીજા પર ડ્રોન અને મિસાઈલ એટેકના પ્રયાસ થઇ રહ્યા હતા જેના પગલે સમગ્ર વિશ્વમાં બન્ને દેશ વચ્ચે મોટું યુદ્ધ ફાટી નીકળે તેવી આશંકાસેવી રહ્યું હતું અને મોટાભાગના દેશ ભારત પાકિસ્તાનને સંયમ રાખવા અપીલ કરી રહ્યા હતા અમેરિકા દ્વારા પણ ભારત અને પાકિસ્તાનને સીઝ ફાયરની સ્થિતિ જાળવી રાખવા અપીલ કરવામાં આવી હતી સતત ત્રણ દિવસ સુધી એક બીજા પર ડ્રોન અને મિસાઈલ એટેક બાદ હવે બન્ને દેશની સેના સીઝ ફાયર ફરી લાગુ કરવા અને એક બીજા પર હુમલા ન કરવા સહમત થયા છે જે અંગે ભારતના વિદેશ મંત્રાલય દ્વારા સત્તાવાર જાહેરાત કરી છે સાંજે 5 વાગ્યેથી ફરી એક્વાર સીઝ ફાયર લાગુ થઇ ગયું છે. આગામી 12 મે ના રોજ બન્ને દેશ વધુ વાતચીત માટે એકઠા થશે ભારતીય પક્ષે જણાવ્યું હતું કે શનિવારે બપોરે પાકિસ્તાનના ડીજીએમઓ દ્વારા ફોન કોલ શરૂ કરવામાં આવ્યો હતો, જેના પગલે ચર્ચા અને સર્વસંમતિ સધાઈ હતી. પાકિસ્તાનના ડીજીએમઓએ ભારતના ડીજીએમઓ સાથે વાત કરી છે.આ પહેલા અમેરીકી રાષ્ટ્રપતિ દ્રોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સોશ્યલ મીડિયાના પ્લેટ ફોર્મ X પર બન્ને દેશ સીઝ ફાયર માટે સહમત થયા હોવાની જાણ કરી હતી હતી
ભારત પાકિસ્તાન સરહદ પર સીઝ ફાયર લાગુ, બન્ને દેશ આજથી એક બીજા પર હુમલો ન કરવા થયા સહમત વિદેશ મંત્રાલયે આપી માહિતી
RELATED ARTICLES

