HomeGujarat3 નોટીસ છતાં ફાયર સેફટી અંગે બેદરકારી દાખવનાર 11 ખાનગી 6 ગ્રાન્ટેડ...

3 નોટીસ છતાં ફાયર સેફટી અંગે બેદરકારી દાખવનાર 11 ખાનગી 6 ગ્રાન્ટેડ શાળાના સંચાલકોને DEO નું તેડું,30 એપ્રિલ પહેંલા પ્રકિયા પૂર્ણ કરવા આદેશ

રાજ્ય સરકાર દ્વારા શાળા કોલેજ અને અન્ય શૈક્ષણિક સંસ્થામાં ફાયર સેફટી બાબતે કડક અમલવારી રાખવા જિલ્લા શિક્ષણાધીકારીઓને આદેશ કર્યા છે અને તેની અમલવારી થાય તે જોવા સુચના આપી છે જેને લઇ મોરબી જિલ્લા શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યું છે અગાઉ મોરબી જિલ્લામાં ૫૦૦ ચોરસ મીટર કે 9 મીટર ઉચાઇ ધરાવતી ખાનગી અને સ્વ નિર્ભર શાળાઓમાં ફાયર પ્રિવેન્સન સીસ્ટમ લગાવવા અને તે અંગેનું સબંધિત વિભાગ પાસેથી એનઓ સી મેળવવા અને તે અંગે ની જાણ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં જાણ કરવા ત્રણ વખત લેખિત સુચના આપી હતી અને ફાયર સીસ્ટમ લગાવવા પુરતો સમય આપ્યો હોવા છતાં મોરબી જિલ્લાની ૧૧ ખાનગી શાળા તેમજ 6 ગ્રાન્ટેડ શાળામાં ફાયર સાધનો કે ફાયર એન ઓ સી ન લેવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું જેથી ગત તા 4 ના રોજ આ તમામ 17 શાળાના સંચાલકો અને પ્રતિનિધિને બોલાવી આખરી મુદત આપી અગામી 30 એપ્રિલ સુધીમાં ફાયર સીસ્ટમ લગાવવા અને તેના એન ઓ સી મેળવવા સુચના આપી હતી
જે શાળાઓએ ફાયર સાધનો લગાવ્યા નથી તેમાં મોરબી તાલુકાના આમરણ ગામમાં આવેલી ભક્તિ શૈક્ષણિક સંકુલ, હળવદ ખાતે આવેલી ઉમા કન્યા વિદ્યાલય, રાઉન્ડ ટેબલ સરસ્વતી પ્રાયમરી સ્કુલ,સુખપર ગામમાં આવેલી નીલકંઠ વિદ્યાપીઠ ,મોરબીની અજંતા વિદ્યાલય, ઘુટુ ગામ ખાતે આવેલી નવોદય વિદ્યાલય, નાની વાવડીમાં આવેલી સમજુબા વિદ્યાલય, પીપળીયા ખાતે આવેલી સત્ય સાંઈ વિદ્યામંદિર, તેમજ સત્ય સાઇ વિદ્યામંદિર અંગ્રેજી માધ્યમ, નાનીવાવડી ખાતે આવેલી સંકલ્પ માધ્યમિક વિદ્યાલય, ટંકારાના હડમતીયા ખાતે આવેલી જ્ઞાનદીપ વિદ્યાલયનો સમાવેશ થાય છે
આ ઉપરાંત ગ્રાન્ટેડ શાળાની વાત કરીએ તો પીપળીયા રાજ ખાતે આવેલી જીપી હાઈસ્કૂલ, ઘાટીલા ગામ ખાતે આવેલી જુના ઘાટીલા હાઈસ્કૂલ, જોધપુર નદી ખાતે આવેલી એમ.જી.બી માધ્યમિક વિદ્યાલય , જેતપર ગામ ખાતે આવેલી સીએમ જે હાઇસ્કુલ ટંકારા ખાતે આવેલી મહર્ષિ દયાનંદ વિદ્યાલય અને નસીત પર ગામ ખાતે આવેલી બી.જે.કણસાગરા હાઇસ્કુલ નો સમાવેશ થાય છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,570SubscribersSubscribe

TRENDING NOW