HomeGujaratમોરબી જિલ્લામાં અતિભારે વરસાદ વચ્ચે DEOC કંટ્રોલ રૂમથી સતત મોનિટરિંગ કરતા જિલ્લા...

મોરબી જિલ્લામાં અતિભારે વરસાદ વચ્ચે DEOC કંટ્રોલ રૂમથી સતત મોનિટરિંગ કરતા જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે

જિલ્લામાં થઈ રહેલા અતિભારે વરસાદની આપાતકાલીન પરિસ્થિતિ સામે નાગરિકોની સુરક્ષા અને રાહત-બચાવ કામગીરી સુનિશ્ચિત કરવા મોરબી જિલ્લા વહીવટી તંત્ર પૂરેપૂરું એક્શન મોડમાં આવી ગયું છે.જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે ડિઝાસ્ટર ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (DEOC) કંટ્રોલ રૂમ ખાતે રૂબરૂ ઉપસ્થિત રહીને સમગ્ર પરિસ્થિતિનું સીધું સુકાન સંભાળી રહ્યા છે.

કલેક્ટરે જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસી રહેલા વરસાદ, નદી-નાળાની સ્થિતિ, સંભવિત નુકસાન તેમજ બંધ પડેલા રોડ-રસ્તા અને વાહનવ્યવહારની વર્તમાન પરિસ્થિતિનો સર્વગ્રાહી તાગ મેળવ્યો હતો. આ ઉપરાંત, દરેક તાલુકામાં ખાસ નિયુક્ત કરાયેલા લાયઝન ઓફિસર્સ સાથે સતત ટેલિફોનિક સંપર્ક જાળવીને સ્થળ પરની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. નાગરિકોને મુશ્કેલી ન પડે તે માટે તંત્રના તમામ વિભાગોને પરસ્પર સંકલનમાં રહીને યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી હાથ ધરવા સ્પષ્ટ સૂચનાઓ આપી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,540SubscribersSubscribe

TRENDING NOW