HomeNationalઅયોધ્યામાં રામનવમી નિમિતે 5 લાખ ભક્તો રામલલ્લાના દર્શન કરવા પહોંચ્યા, 12 વાગ્યે...

અયોધ્યામાં રામનવમી નિમિતે 5 લાખ ભક્તો રામલલ્લાના દર્શન કરવા પહોંચ્યા, 12 વાગ્યે સૂર્ય તિલક થશે

રામનવમી પર, અયોધ્યામાં રામલલ્લા 18 કલાક સુધી દર્શન આપશે. સવારે 5 વાગ્યે મંદિરના દરવાજા ખોલવામાં આવ્યા. રાત્રે 11 વાગ્યા સુધી દર્શન ચાલુ રહેશે. શણગાર દરમિયાન પણ રામલલ્લાના દર્શન બંધ નહીં થાય. વહીવટીતંત્રનો અંદાજ છે કે, લગભગ 5 લાખ શ્રદ્ધાળુઓ અયોધ્યા પહોંચ્યા છે. મોટાભાગના ભક્તો પહેલા સરયુમાં સ્નાન કરી રહ્યા છે. પછી રામલલ્લા અને હનુમાનગઢીના દર્શન કરી રહ્યા છે.

રામલલાનો સૂર્ય તિલક બરાબર 12 વાગ્યે થશે. રામલલાના લલાટ પર 4 મિનિટ સુધી સૂર્ય કિરણો ઝળહળશે. IIT રૂરકીની ટીમે શનિવારે તેનું ફાઈનલ ટ્રાયલ હાથ ધર્યું. હવામાન વિભાગનો અંદાજ છે કે, બપોર સુધીમાં અયોધ્યામાં તાપમાનનો પારો 40 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જશે. તેથી, રામ પથ, ભક્તિ પથ, ધર્મ પથ અને રામ જન્મભૂમિ પથ પર ભક્તો માટે લાલ જાજમ બિછાવી દેવામાં આવી રહી છે. ડ્રોન દ્વારા ભક્તો પર સરયુના જળના અમી છાંટણા કરવામાં આવ્યા ચારેય રસ્તાઓ પર શેડ બનાવવામાં આવ્યા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW