મોરબી જિલ્લામાં ફેબ્રુઆરી મહિનામાં શિયાળાની વહેલી વિદાય થતા આકરી ગરમી લાગી હતી. જોકે અચાનક માર્ચ મહિનામાં ફરી વેર્સ્ટન ડિસ્ટર્બન્સ સર્જાતા સૌરાષ્ટ્ર કચ્છમાં વાતાવરણ પલટાતા સવારે અને સાંજે ઠંડક જયારે દિવસે હળવી ગરમી રહેતા મિશ્ર ઋતુ જેવો માહોલ સર્જાયો હતો અને આ સમયગાળામાં વાયરલ ફ્લુના કેસમાં ઉછાળો જોવા મળ્યો હતો. ખાસ કરીને બાળકો અને વડીલોમાં શરદી ખાસી અને વાયરલ ફ્લુના કેસમાં ઉછાળો આવ્યો હતો. માત્ર એક મહિનામાં જિલ્લામાં શરદી ઉઘરસના સીઝનલ ફ્લુના કેસમાં ઝડપી ઉછાળો નોધાયો હતો. ખાસ કરીને ખાંસી સાથે તાવના 683 અને જયારે શરદી ખાંસીના 763 કેસ નોધાયા હતા.
ચાલુ વર્ષે શિયાળાની વિધિવત વિદાય થાય તે પહેલા આકરી ગરમીની શરૂઆત થઇ ગઈ હતી. જોકે માર્ચ મહિના બીજા ત્રીજા સપ્તાહ દરમિયાન ફરી એકવાર વાતાવરણમાં પલટો આવ્યો હતો. જેના કારણે આ સમયગાળા દરમિયાન સીઝનલ ફૂલના કેસમાં ઝડપી ઉછાળો નોંધાયો હતો. મોરબી જિલ્લામાં માર્ચ મહિનામાં શરદી ખાસી અને ઇન્ફ્લુએન્ઝા જેવા લક્ષણો ધરાવતા કેસ પણ જોવા મળ્યા હતા. આંકડાની વાત કરીએ તો આ સમયગાળા દરમિયાન બે સપ્તાહથી ઓછો સમય તાવ સાથે ખાંસીના લક્ષણો જોવા મળ્યા હોય તેવા 683 કેસ જોવા મળ્યા હતા, તો બે સપ્તાહથી ઓછો સમય ખાંસી રહી હોય તેવા 763 કેસ સામે આવ્યા હતા આવી જ રીતે બે સપ્તાહ કરતા વધુ સમય સુધી તાવ અને ખાંસી રહી હોય તેવા 14 કેસ અને બે સપ્તાહથી વધુ માત્ર ખાંસીના લક્ષણો હોય તેવા 24 સામે આવ્યા હતા. આ સિવાય અલગ-અલગ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સિવિલ હોસ્પિટલમાં ઇન્ફૂલું એન્ઝા જેવા લક્ષણો ધરાવતા 787 કેસ જોવા મળ્યા હતા. આ ઉપરાંત મોરબી જિલ્લામાં મિશ્ર ઋતુના કારણે આ સમયમાં મચ્છરનો ઉપદ્રવ પણ જોવા મળ્યો હતો, જોકે એપ્રિલ મહિના ફરી એકવાર ગરમીનું જોર વધતા સીઝનલ ફ્લુના કેસમાં તો ઘટાડો આવ્યો છે. જોકે આકરી ગરમીના કારણે હવે ડી હાઈડ્રેશન, સન સ્ટ્રોક ચક્કર, ગભરામણ જેવા કેસમાં વધારો જોવા મળી રહ્યો છે.
લૂ લાગવાના/સનસ્ટ્રોકના લક્ષણોની વાત કરીએ તો, દર્દીને જયારે સન સ્ટ્રોક લાગે ત્યારે તેને માથું દુઃખવું, પગની એડીઓમાં દુઃખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખુબ તરસ લાગવી, શરીરમાંથી પાણી ઓછું થઈ જવું, ઉલ્ટી ઉબકા આવવા, ચક્કર અને આંખે અંધારા આવી જાય, બેભાન થઈ જવું વગેરે પ્રારંભિક લક્ષણો જોવા મળી શકે છે. અતિ ગંભીર કિસ્સામાં દર્દીને ખેંચ પણ આવી શકે છે લૂ થી બચવા યોગ્ય પગલાં લેવા જરૂરી છે. લૂ થી બચવા દર્દીએ સીધા સુર્યપ્રકાશથી બચવું, વારંવાર પાણી પીવું જોઈએ અને શકય તેટલું વધારે પાણી અને પ્રવાહી પીવું જોઈએ. લીંબુ સરબત, મોળી છાસ, તાળફળી, નાળિયેરનું પાણી, ખાંડ મીઠાનું દ્રાવણ તથા ઓ.આર.એસ. જેવા પીણાં પુષ્કળ પ્રમાણમાં પીવા જોઈએ. ગરમીમાં શકય હોય ત્યાં સુધી બહાર નીકળવાનું ટાળવું જોઈએ અને દિવસ દરમિયાન ઠંડકવાળી જગ્યાએ અને છાયામાં રહેવું જોઈએ.તેમ જિલ્લા એપેડ્મિક ઓફિસર ડો,ડી વી બાવરવા એ જણાવ્યું હતું.

