HomeGujaratહળવદના જૂના અમરાપર ગામે કલેક્ટર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં રાત્રીસભા યોજાઈ

હળવદના જૂના અમરાપર ગામે કલેક્ટર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં રાત્રીસભા યોજાઈ

હળવદ તાલુકાના જૂના અમરાપર ગામે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેની પ્રેરક ઉપસ્થિતિ અને અધ્યક્ષતામાં રાત્રીસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સરકારની જનકલ્યાણકારી યોજનાઓ અને વિવિધ સેવાઓ છેવાડાના નાગરિકો સુધી સરળતાથી પહોંચે તેવા હેતુથી આ રાત્રીસભા યોજાઈ હતી. રાત્રીસભા દરમિયાન વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ગ્રામજનોને સરકારની વિવિધ હિતકારી યોજનાઓ તથા સેવાઓ અંગે જરૂરી માહિતી અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

આ પ્રસંગે કલેક્ટર સ્વપ્નિલ ખરેએ ગ્રામજનો સાથે સીધો સંવાદ સાધી સ્થાનિક પ્રશ્નો અને રજૂઆતો જાણી હતી. ગ્રામજનોએ રજૂ કરેલા પ્રશ્નો અંગે સંબંધિત વિભાગના અધિકારીઓને ત્વરિત અને હકારાત્મક નિકાલ માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. રાત્રીસભાના માધ્યમથી ગ્રામજનોને સરકારી યોજનાઓનો લાભ મેળવવા માટે જરૂરી માર્ગદર્શન મળ્યું હતું તેમજ સ્થાનિક પ્રશ્નોના નિરાકરણ માટે તંત્ર સાથે સીધો સંવાદ સાધવાની તક મળી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,530SubscribersSubscribe

TRENDING NOW