HomeGujaratથાંભલો કાઢવાની બાબતે ધીંગાણું: પિતાના માથામાં લાકડી વાગતાં 6 ટાંકા, પુત્ર-ભત્રીજાને પણ...

થાંભલો કાઢવાની બાબતે ધીંગાણું: પિતાના માથામાં લાકડી વાગતાં 6 ટાંકા, પુત્ર-ભત્રીજાને પણ માર

હળવદ તાલુકાના મંગળપુર ગામની સીમમાં ખેતરના શેઢે નાખેલ થાંભલા કાઢવાની નજીવી બાબતે ધીંગાણું સર્જાયું હતું. ઝઘડો શાંત કરાવવા વચ્ચે પડેલા ખેડૂતના માથામાં લાકડીનો ઘા વાગતાં તેમને છ ટાંકા લેવા પડ્યા હતા, જ્યારે તેમના પુત્ર અને ભત્રીજાને પણ માર મારવામાં આવ્યો હતો. આ મામલે વેગડવાવ ગામના એક જ પરિવારના બે મહિલા સહિત પાંચ શખ્સો સામે હળવદ પોલીસમાં ગુનો નોંધાયો છે.

ફરિયાદ મુજબ, વેગડવાવ ગામના ખેડૂત છગનભાઈ પોપટભાઈ કણઝારીયાએ પોલીસને જણાવ્યું હતું કે તેમના ખેતરના શેઢે નાખેલ થાંભલા આરોપી ગોરધનભાઈ મોહનભાઈ સોનગ્રા અને ધર્મેન્દ્રભાઈ અંબારામભાઈ સોનગ્રા કાઢી રહ્યા હતા. તે સમયે તેમના પુત્ર ગૌતમે થાંભલા કાઢવાની ના પાડતાં બંને પક્ષ વચ્ચે બોલાચાલી થઈ હતી, જે બાદ મામલો ઉગ્ર બન્યો હતો.

આક્ષેપ છે કે ઝઘડો છોડાવવા પહોંચેલા છગનભાઈ પર વાસુદેવભાઈ મોહનભાઈ સોનગ્રાએ લાકડી વડે હુમલો કરતાં તેમના માથામાં ગંભીર ઇજા પહોંચી હતી અને તેમને છ ટાંકા લેવા પડ્યા હતા. ઉપરાંત ફરિયાદીના ભત્રીજા પ્રવિણભાઈને પીઠના ભાગે લાકડી મારી ઈજા પહોંચાડવામાં આવી હતી. જ્યારે કાન્તાબેન વાસુદેવભાઈ સોનગ્રા અને રમીલાબેન ધર્મેન્દ્રભાઈ સોનગ્રાએ ફરિયાદીના પુત્રને માર મારી નાક અને ગળાના ભાગે ઈજાઓ પહોંચાડ્યાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.

ફરિયાદમાં આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું પણ જણાવાયું છે. હળવદ પોલીસે ગોરધનભાઈ મોહનભાઈ સોનગ્રા, ધર્મેન્દ્રભાઈ અંબારામભાઈ સોનગ્રા, વાસુદેવભાઈ મોહનભાઈ સોનગ્રા, કાન્તાબેન વાસુદેવભાઈ સોનગ્રા અને રમીલાબેન ધર્મેન્દ્રભાઈ સોનગ્રા સામે ગુનો નોંધી વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,520SubscribersSubscribe

TRENDING NOW