HomeGujaratઅમદાવાદ AMCના ફાયર ઓફિસર લાંચ લેતા ઝડપાયો, ફાયર NOCની ફાઇલ પાસ કરવા...

અમદાવાદ AMCના ફાયર ઓફિસર લાંચ લેતા ઝડપાયો, ફાયર NOCની ફાઇલ પાસ કરવા 80 હજારની લાંચ માગી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગમાં ફરજ બજાવતા ડિવિઝનલ ફાયર ઓફિસર ઇનાયત શેખને રૂપિયા 65,000ની લાંચ લેતા ACBએ રંગેહાથ ઝડપી પાડ્યા છે. ACBને ફરિયાદ મળી હતી કે, પ્રહલાદનગર ફાયર સ્ટેશનમાં ડિવિઝનલ ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવતા ઇનાયત શેખ દ્વારા ફાયર NOCની ફાઈલો પાસ કરવાની 80,000 લાંચ માગી હતી. જેમાંથી રૂપિયા 15,000 જે તે સમયે ફરિયાદી પાસેથી લઈ લીધા હતા. જોકે, આજે ACBએ છટકું ગોઠવીને બાકીની લાંચના રૂપિયા લેતા ઇનાયત શેખને ઝડપી પાડ્યો છે. ACB દ્વારા હાલ ડિવિઝનલ ફાયર ઓફિસરની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.

ફરિયાદીએ ફાયર NOC આપવાનું કામ રાખ્યું હતું. મળતી માહિતી પ્રમાણે ફરિયાદી ખાનગી એજન્સી ચલાવી સરકારી તથા ખાનગી બિલ્ડિંગોમાં ફાયર સેફ્ટીના સાધનો ઇન્સ્ટોલ કરવાની તથા ફાયર NOCને લગતા કન્સલ્ટિંગનું કામ કરે છે. ફરિયાદી દ્વારા એક બિલ્ડિંગની ફાયર NOC મેળવી આપવાનું કન્સલ્ટિંગ કામ રાખ્યું હતું. જે બિલ્ડિંગની ફાયર NOC મેળવવા જરૂરી દસ્તાવેજો તૈયાર કરી ફાઈલ બનાવી પ્રહલાદનગર ખાતે આવેલી ફાયર સ્ટેશન ઓફિસમાં ડિવિઝનલ ફાયર ઓફિસર ઇનાયત શેખની કચેરી ઓફિસમાં મોકલી આપી હતી. જે ફાયર NOC અંદાજીત ત્રણ મહિના સુધી ના મળતા આ કામના ફરિયાદી ઇનાયત શેખને તેની ઓફિસમાં રૂબરૂ મળવા આવ્યા હતા.

ફાયર NOCની ફાઈલ ન પાસ કરવાની ધમકી આપી હતી. ઇનાયત શેખે ફાયર NOC આપવાના અવેજ પેટે રૂપિયા 80,000ની લાંચ માગી હતી. પરંતુ ફરિયાદી લાંચના નાણા આપ્યા નહોતા. જે બાદ ફરિયાદીને ફાયર NOC મળી ગઈ હતી. બાદમાં ઇનાયત શેખે ફરિયાદીને રૂબરૂમાં મળીને તેને આપવામાં આવેલી ફાયર NOCના વ્યવહારના રૂપિયા 80,000 નહીં આપે તો ભવિષ્યમાં ફરિયાદીની ફાયર NOCને લગતી ફાઈલ એપ્રુવ થશે નહીં તેવી ગર્ભિત ધમકી આપી હતી. જેથી ફરિયાદી પાસેથી જે તે દિવસે રૂપિયા 15,000 લાંચના લઈ લીધા હતા. બાકીના રૂપિયા 65,000ની અવારનવાર માગણી કરતો હતો. જેથી તેણે ACBનો સંપર્ક કર્યો હતો. ફરિયાદીની ફરિયાદના આધારે બે રાજ્ય સેવક પંચોને સાથે રાખી સરકારી ઓડિયો રેકોર્ડરનો ઉપયોગ કરી આજે 22 ફેબ્રુઆરીના રોજ શનિવારે ઇનાયત શેખે ફરિયાદી સાથે લાંચની માગણી સંબંધેની હેતુલક્ષી વાતચીત કરી હતી. ફરિયાદી પાસેથી લાંચના નાણાં રૂપિયા 65,000 લેતા ACBએ ડિવિઝનલ ફાયર ઓફિસરને રંગેહાથ ઝડપી પાડ્યો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW