વાંકાનેરના વિશીપરા ચોકમાં પ્રતિબંધીત ચાઇનીઝ ફીરકી સાથે પોલીસે મનજીભાઇ પ્રેમજીભાઇ વરાણીયા નામના શખ્સની ધરપકડ કરી હતી. તેની પાસેથી મળેલ ત્રણ ચાઇનીઝ ફીરકી પોલીસે કબ્જે કરી હતી. વાંકાનેર સીટી પોલીસે તે શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.