મોરબી જિલ્લામાં વાહન અકસ્માત ના બનાવ સતત વધી રહ્યા છે અને આ અકસ્માતના બનાવમાં સૌથી વધુ બનાવ વાહન ચાલકોની બેદરકારી કારણભૂત હોવાનું તપાસમાં સામે આવતું હોય છે. ત્યારે આ અકસ્માત પર અંકુશ આવે તેમજ વાહન ચાલકો નિયમની અમલવારી કરે તે માટે મોરબી જીલ્લા સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા ડીસેમ્બર 2024 ના પ્રથમ પખવાડિયા દરમિયાન માર્ગ સલામતિને ધ્યાને રાખી મોટર વાહન અધિનિયમ 1988 ની જોગવાઈઓનો ભંગ કરતા હોય તેવા વાહનોના ચેકિંગની કામગીરી કરવામાં આવી હતી આ કામગીરીના ભાગરૂપે 649 વાહનોને ચલણ ઈશ્યુ કરી રૂ 61.28 લાખ રૂપિયાનો દંડ કરેલ છે. જેમાં ઓવરલોડના 150 કેસમાં 29.82 લાખ રૂપિયા, ઓવરડાયમેનશનના 55 કેસમાં 2.46 લાખ રૂપિયા, ફિટનેશ વિનાના 13 વાહનોમાં 0.65 લાખ, પરમિટ વિનાના 43 વાહનોમાં 0.43 લાખ, ડ્રાયવિંગ લાયસન્સ વિનાના 100 વાહનોમાં 3 લાખ, પિયુસી વગરના 65 વાહનોમાં 0.32 લાખ, મોટર વાહન ટેક્ષ વગરના 16 વાહનોમાં 5.15 લાખ, એલ.ઈ.ડી. લાઈટ લગાવેલ હોય તેવા 181 વાહનોમાં 10.86 લાખ, રોડ સેફ્ટીના ગુન્હામાં 201 વાહનોમાં 2.01 લાખ તેમજ અન્ય 29 કેસોમાં 6.59 લાખનો દંડ કરેલ છે.

