મોરબીના રવાપર ગામમાં રહેતા મૂળ આમરણના મગનભાઈ થોભણભાઈ ભાલોડીયાએ ગત તારીખ:- 30/06/2022ના રોજ જે તે સમયે અનિલભાઈ વીરજીભાઈ ઓગણજા નામના વ્યક્તિ પાસેથી જમીન વેચાણ પેટે લીધી હતી અને તેનો કબજો સંભાળ્યો હતો જોકે તે વખતે કોઈ કારણસર ત્યાં જઈ શક્યા ન હોવાંથી 6 મહિના બાદ તેઓ તેના બનેવી સાથે જે તે ખેતર પર પહોંચ્યા હતા.
જોકે ત્યાં રતાભાઇ દેવાભાઈ ખાંભલા નામના ખેતી કામ કરતા હોય જેથી તેઓને આં જમીન વેચાણ થી તેઓએ લીધી હોય જગ્યા ખાલી કરી કરી દેવાનું જણાવતાં રતાભાઇએ જમીનમાં હાલ વાવેતર કર્યું હોય પાક લીધા બાદ જમીન ખાલી કરી આપશે તેવું જણાવ્યું હતું. જો કે 15 દિવસ બાદ જ્યારે તેઓ ફરી વાર ત્યાં ગયા ત્યારે રતાભાઇએ તેના ભત્રીજા રણછોડ ઉર્ફે લાલો જીવણ ખાંભલા પાસે જવા કહ્યું હતું. જેથી તેઓ રણછોડ પાસે જતા તેના દ્વારા જમીનના માલિક અનિલભાઈ વીરજીભાઈ પાસેથી રૂપિયા લેવાના હોય તેવો રૂપિયા આપશે પછી જમીન ખાલી કરી દેશે તેવી દાટી મારી હતી. અવારનવાર સમજાવવા છતાં બંને શબ્દો દ્વારા જમીન ખાલી ન કરાવતા અંતે ના નવા માલિક મગનભાઈ દ્વારા કલેક્ટર કચેરી તેઓની જમીન પર અન્ય લોકોએ દબાણ કર્યું હોવા અંગેની અરજી કરી હતી. જે બાદ લેન્ડ ગ્રેબિંગ કમિટીમાં તેની સુનવણી હાથ ધરવામાં આવી હતી જેના આધારે કલેકટર દ્વારા ફરિયાદ કરવા માટે હુકમ કરવામાં આવતા આ અંગે મગનભાઈએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

