HomeGujaratમોરબીની ખાનગી ફાયનાન્સ પેઢીમાં હવે ચોરે હાથ સાફ કર્યો, રૂ 7 લાખનો...

મોરબીની ખાનગી ફાયનાન્સ પેઢીમાં હવે ચોરે હાથ સાફ કર્યો, રૂ 7 લાખનો રોકડ ચોરી ફરાર

મોરબી શહેરના સનાળા રોડ પર સત્યમ પાન વાડી શેરી સામે આવેલા લાઈટ માઈક્રો ફાઈનાન્સ  નામની પેઢીની ઓફિસમાં  મેનેજર તરીકે કામ કરતા જીતેન્દ્ર સિંહ રાજેન્દ્ર સિહ જાડેજા ગત  તા 15ના રોજ રૂટીન કામગીરી પૂર્ણ કરી  તેના સ્ટાફ સાથે નીકળી ગયા હતા અને જતા પહેલા રોજની આવક જાવક નો હિસાબ અને રોકડ ઓફિસની તિજોરીમાં મુકીને ગયા હતા  દરમિયાન તે  રાતના સમયે તસ્કર ટોળકી ત્રાટકી હતી અને ઓફિસમાં ચોરીની ઘટનાને અંજામ આપી ફરાર થઇ ગયા હતા સવારે તા 16ના તેઓ પરત ફર્યા હતા ઓફીસનૂ  તાળું તૂટેલ હતું તેમજ તિજોરી ત્યાં પડી હતી જેથી તેઓએ તાત્કલિક તેના નીચેના સ્ટાફ અને ઉપરી અધિકારીને જાણ કરતા તેઓ તિજોરીનો લોક ખોલી તપાસ કરતા અગલી રાત્રે આ તિજોરીમાં રાખેલા રૂ 7,01,500 જેટલી રકમ ચોરી થઇ હોવાનું જાણ માં આવતા તેઓએ ઓફીસના સીસીટીવી તપાસ કરતા તેમાં કેટલાક શખ્સ મોઢે રૂમાલ અને માથે ટોપી  પહેરેલી  હાલતમાં ઓફિસમાં આવતા જણાયા હતા તેમજ તેની પાસે  તિજોરીની ચાવી પણ હતી જેનાથી ચાવીથી ખોલી રૂપિયાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા બનાવ અંગે એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે 

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW