મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ સીવીલ હોસ્પિટલ ખાતે સીવીલ અધિક્ક્ષક ડો.દુધરેજીયા સાહેબ સાથે મુલાકાત કરી અને સીવીલ હોસ્પિટલ માં વર્ગ 3 અને 4ના કોન્ટ્રાકટ કર્મચારીઓની સાથે મુલાકાત કરી હતી. તેમનાં મુખ્ય પ્રશ્ન કે જે વર્ષે મળતી 24 હક્ક રજાઓના પૈસા મળવા પાત્ર છે, એ કોન્ટ્રાકટ એજન્સીઓ દ્વારા ચાલુ વર્ષે કર્મચારીઓને આપવામાં આવેલ નથી. તે પૈસા ન ચુકવાતા તાત્કાલીક અસર થી ચુકવવામાં આવે તે માટે ની રજુઆત કરી અને આ કર્મચારીઓ નું શોષણ ન થાય અને તેઓને તેમનાં હક મળે તેનાં માટે કોંગ્રેસ પક્ષ દ્વારા આગામી દિવસો માં તમામ પ્રકારની લડત કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.

