મોરબી-કચ્છ નેશનલ હાઇવે રોડ નજીક ગત તા.-8ના રોજ ફરિયાદી હકાભાઇ ભગાભાઈ પાટડીયા તેનું GJ-36-AE-4676 નંબરનું બાઈક લઇ માળીયા મીં. ખાતે પોતાના કુલદેવી માતાજીના દર્શન કરવા માટે જતા હોય ત્યારે મોરબી કચ્છ હાઈવે ભીમસર બ્રિજ ઉપર ઉભેલ હોય તે સમયે કોઈ અજાણ્યો GJ-12-X-2809 નંબરનો ટ્રક ચાલક પુરઝડપે અને ગફલતભરી રીતે ટ્રક ચલાવી ફરીયાદીના બાઈકને પાછળથી ટકકર મારતા ફરીયાદીને ડાબા પગના અંગુઠાના ભાગે ફેકચર જેવી ગંભીર ઈજા પહોચાડી હતી. આ બનાવ અંગે હકાભાઇ ભગાભાઈ પાટડીયાએ તે ટ્રક ચાલક વિરુદ્ધ માળીયા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે.

