મોરબી શહેર જ નહી સમગ્ર જિલ્લાની પ્રતિષ્ઠીત સંસ્થા પાટીદાર કન્યા કેળવણી મંડળ સંચાલિત આર ઓ પટેલ મહિલા કોલેજના પ્રિન્સીપાલ કમલેશ ભોરણીયા દ્વારા તેની કોલેજમાં નવા આવેલા પ્રોફેસર સાથે છેડતી કરી હોય તેમજ વોટ્સ એપ મેસેજ કર્યા હોય જે બાબતે આ મહિલા પ્રોફેસર દ્વારા તેના સાથી પ્રોફેસર મિત્ર ધર્મિષ્ઠાબેન દસાડિયાને કરી હતી જેથી કોલેજની આ ગંભીર ઘટના અંગે તેઓએ ટ્રસ્ટી મંડળમાં જાણ કરી હતી જોકે ટ્રસ્ટી મંડળ દ્વારા પ્રિન્સીપાલ સામે કાર્યવાહી કરશે તેમ કહી સમજાવી રવાના કર્યા હતા જોકે બાદમાં પ્રિન્સીપાલ કમલેશ ભોરણીયા અને ટ્રસ્ટી બેચરભાઈ હોથી ગોપાલભાઈ ફેફર સહીતના ધર્મિષ્ઠાબેનને નોકરી માંથી કાઢી નાખવાની ધમકી આપતા તેઓએ કોઈ કાર્યવાહી કરી ન હોય પરંતુ વાંરવાર તેઓનું અને અન્ય મહિલા સ્ટાફનું અપમાન કરતા કંટાળી પોલીસ ચોકીમાં ફરિયાદ કરી હતી જેનું મન દુખ રાખી ટ્રસ્ટીઓએ ગત જૂન મહિનામાં નોકરી માંથી કાઢી મુક્યા હતા જેથી આ મુદે તેઓએ એ ડીવીઝન પોલીસ મથક શિક્ષણ વિભાગ અને સૌરાષ્ટ્ર યુનીવર્સીટીમાં પણ તેઓને કારણ વિના નોકરી માંથી કાઢી મુકવા અંગેની ફરિયાદ કરી હતી જોકે 90 દિવસ જેટલો સમય થવા છતાં આજદિન સુધી કોઈ ફરિયાદ લેવામાં ન અવત અંતે આજે તેઓ જિલ્લા કલેકટર કચેરીએ પહોચ્યા હતા અને તેઓએ કલેકટરને આવેદન પત્ર આપી આ ઘટનામાં યોગ્ય કાર્યવાહી કરવા માંગણી કરી હતી
જોકે આ બાબતે પાટીદાર કેળવણી મંડળના ટ્રસ્ટી બેચર હોથીએ જણાવ્યું હતું કે મહિલા દ્વારા કરાયેલા આક્ષેપ પાયા વિહોણા છે મહિલા પ્રોફેસરને નોકરી માંથી બરતરફ કર્યા બાદ ફરીવાર તેઓ નોકરીમાં પરત આવવા માંગતા હોવાથી એન કેન રીતે દબાણ કરી રહ્યા છે અને સંસ્થાને બદનામ કરવાનું આ કાવતરું છે

