HomeGujaratટંકારાના લજાઈમાંથી પકડાયેલ બનાવટી એન્જીન ઓઈલની ફેક્ટરી પર કોની મીઠી નજર ?

ટંકારાના લજાઈમાંથી પકડાયેલ બનાવટી એન્જીન ઓઈલની ફેક્ટરી પર કોની મીઠી નજર ?

ટંકારા તાલુકાના લજાઈ ગામમાં ગઈ કાલે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે અચાનક દરોડો પાડી મારુતિ ઇન્ડસ્ટ્રી નામની ફેકટરીમાંથી નકલી એન્જીન ઓઈલ બનાવવાની ફેક્ટરી પકડી પાડી સ્થાનિક પોલીસ અને એલસીબી એસઓજીનું નાક વાઢી લીધું હતું સ્થળ પરથી એસ એમ સીની ટીમે  ડુપ્લીકેટ એન્જિન ઓઇલની ધમધમતી ફેક્ટરી પકડી પાડી હતી અને સ્થળ પર થી બે શખ્સ ધરપકડ કરી હતી એસએમસી ની ટીમ દ્વારા સ્થળ પરથી ત્રણ પ્રિન્ટિંગ મશીન મોટર બેલ્ટ મશીન બોટલ ફીલિંગ મશીન રૂપિયા 17.19 લાખની કિંમતનો 21,488 લિટર ડુપ્લીકેટ એન્જિન ઓઇલ, મોબાઈલ એક કાર રોકડા 5260 કુલ 23 લાખ 17 હજાર ચાલીસ નો મુદ્દા માલ જપ્ત કર્યો હતો.

મોરબી જિલ્લામાં એક પણ ગેર કાયદે પ્રવૃત્તિની ચાલવા નહી દેવાના દાવા કરતી પોલીસની નજર આ નકલી ફેક્ટરી પર કેમ ન પડી તેવા સવાલ ઉઠ્યા છે આ ફેક્ટરી ધમધમવા દેવા પાછળ અને તેના પર કોઈ એક્શન ન લેવા કોની મીઠી નજર હતી આ ફેક્ટરી કેટલા સમયથી ધમધમતી શું આ ફેક્ટરી માત્ર બે લોકો જ ચલાવતા હતા કે આ બે શખ્સો સાથે અન્ય મોટા માથા પણ સંડોવાયેલ છે તે પણ સવાલ ઉઠ્યા છે. આ લોકોએ અત્યાર સુધીમાં કેટલા રૂપિયાનું આ ઓઈલ પધરાવી દેવાયું છે તેની પણ તપાસ થાય તો આ ગોરખ ધંધાનો પર્દાફાશ થઇ શકે છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW