મોરબી જીલ્લામાં ચાલુ સાલે ખુબ જ અતિ વરસાદ પડેલ છે. જે સામાન્ય કરતા 200% વધારે વરસાદ થયેલ છે. આ અતિ વરસાદના કારણે મોરબી જીલ્લામાં આવતા રસ્તાઓ જેવા કે નેશનલ હાઇવે, કોસ્ટલ હાઇવે, સ્ટેટ હાઇવે, તેમજ નાણા ગ્રામ્ય રસ્તાઓ તૂટી જવા પામેલ છે.
હાલ માં તૂટેલા રસ્તાઓના કારણે લોકો ખુબજ પરેશાન છે. ગામડે થી બીમાર માણસોને મોરબી શહેર સુધી પહોચાડવા મુશ્કેલ છે અને જો પહોચે તો તે વધારે બીમાર થાય તેવી રસ્તાઓની સ્થિતિ છે. રાજીવગાંધી પંચાયતી રાજ સંગઠન ગુજરાત રાજ્યની માંગણી છે કે તાત્કાલિક ના ધોરણે આ બધાજ રસ્તાઓનું સમારકામ ચાલુ કરાવવા આવે. મોરબી જીલ્લાનો સિરામિક ઉદ્યોગ જયારે હજારો કરોડ નો ટેક્ષ સરકાર ને આપે છે. ત્યારે તેની સામે અમોને આ પ્રાથમિક સુવિધા કેમ ના મળે? તેમ લોકો નું કહેવું છે. તો આ કામો તાત્કાલિક ચાલુ કરાવવા વિનતી છે. જો આવું કરવામાં નહિ આવે તો અમારે ના છુટકે ગાંધી ચિંધ્યા માર્ગે આગળ વધવા ની ફરજ પડશે.

