HomeGujaratવાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં 05 થી 09 નવેમ્બર સુધી પ્રવેશબંધી

વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં 05 થી 09 નવેમ્બર સુધી પ્રવેશબંધી

વાંકાનેર ફાયરીંગ બટ ખાતે પશ્ચિમ રેલ્વે, રાજકોટ ડિવિઝન રેલ્વે, પ્રોટેક્શન ફોર્સના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની વર્ષ-2024 ની વાર્ષિક ફાયરીંગ પ્રેક્ટીસ લેવાની હોવાથી આગામી તારીખ: 05/11/2024 થી 09/11/2024 એમ પાંચ દિવસ વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં રાહદારીઓ તેમજ વાહનો માટે પ્રવેશબંધી અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.જે.ખાચર, મોરબી દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.

આ જાહેરનામામાં જણાવ્યા અનુસાર મોરબી જિલ્લાના વાંકાનેર ખાતે ફાયરીંગ બટ વાંકાનેર રેલ્વે લાઈન તરફ સિંધાવદર રેલ્વે ફાટકથી વાંકાનેર તરફ જતા રેલ્વે લાઈનને સમાંતર સામે અમરનગર ફાટક પાસે, ઉતરે આવેલ ડુંગરની ધાર પાસે આવેલ છે. તે ફાયરીંગ બટ વિસ્તારમાં 05/11/2024 થી 09/11/2024 એમ પાંચ દિવસ સુધી જાહેર જનતાને પ્રવેશવું નહીં કે ત્યાંથી પસાર થવું નહીં, કોઈ વાહનો કે ઢોર સાથે ત્યાંથી પસાર થવું નહીં. આ પ્રતિબંધાત્મક હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાપાત્ર થશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW