HomeGujaratવાંકાનેરમાં ગેરકાયદેસર નોનવેજ હાટડાઓ બંધ કરવા ધારાસભ્ય જીતુ સોમાણીએ કલેકટરને કરી રજૂઆત

વાંકાનેરમાં ગેરકાયદેસર નોનવેજ હાટડાઓ બંધ કરવા ધારાસભ્ય જીતુ સોમાણીએ કલેકટરને કરી રજૂઆત

વાંકાનેર શહેરમાં મીલ પ્લોટથી વિશીપરા તરફ જતા રોડ પર વાંકાનેર નગરપાલિકાની માલિકીની જમીન પર ગેરકાયદેસર દબાણ કરી કોઈ પણ જાતની મંજુરી/લાઇસન્સ વગર નિયમ વિરુદ્ધ નોનવેજ આઈટમોનું વેચાણ કરવામાં આવે છે. આ વિસ્તારમાં ઘણા સમયથી આ પ્રવુતિ ચાલતી હોય તેમજ રસ્તો જાહેર માર્ગ હોય અને નિયમ મુજબ શહેરી વિસ્તારમાં આ પ્રકારનું વેંચાણ કરી શકાતું નથી. તેમજ આ દબાણ ઘણા સમયથી કરવામાં આવ્યું છે, અને કોઈ પણ મંજુરી વગર નોનવેજ આઈટમોનું વેચાણ કરવામાં આવે છે.

વધુમાં હાલ સમસ્ત હિંદુ સમાજનો પવિત્ર તહેવાર નવરાત્રી પણ આવનાર છે, આ સમયે આવી પ્રવુતિથી સમસ્ત હિંદુ સમાજની લાગણી દુભાઈ તે વ્યાજબી ન ગણાય. અગાઉ પણ વાંકાનેરના પંચાસર રોડ નજીક આવેલ મહાદેવ સોસાયટી સામે પણ નોનવેજ આઈટમોનું વેચાણ બાબતે જાણ કરવામાં આવેલ પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી થયેલ નથી.

જો ગીરસોમનાથ જીલ્લામાં કલેકટર દ્વારા 100 એકર થી વધારે જમીનનું વર્ષો જુનું દબાણ ડીમોલેશન કરી શકતા હોય તો આપ પણ આપની સતાની રુએ વાંકાનેર શહેર મધ્યે ચાલતા આવા ગેરકાયદેસર નોનવેજનો વેપાર તેમજ કતલખાના બંધ કેમ ન કરી શકો? તેમ દરેક હિંદુ તહેવારના સમયે આપના દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવતું હોય છે, તો આ બાબતે કોઈ તાત્કાલિક કાર્યવાહી કાર્યવાહી કરવા વાંકાનેર ધારાસભ્ય જીતુ સોમાણીની માંગ કરવામાં આવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW