HomeGujaratમોરબીમાં ત્રણ આપઘાતના બનેલ બનાવથી ત્રણના મોત

મોરબીમાં ત્રણ આપઘાતના બનેલ બનાવથી ત્રણના મોત

(1) હળવદના રણજીત ગઢ ગામે આવેલ નર્મદા કેનાલમાં ડૂબી જતા 3 વર્ષીય બાળકીનું મોત

હળવદના રણજીત ગઢ ગામે હસમુખ પ્રભુભાઈ દલવાડીની વાડીએ રહી ખેત મજૂરી કામ કરતા પાંડયાભાઈ તડવીની 3 વર્ષની પુત્રી દેવકી કોઈપણ કારણોસર નર્મદા કેનાલમાં પડી જતા તેને પીએમ અર્થે હોસ્પીટલમાં ખસેડી ગયા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેને મરણ જાહેર કરી હતી. આ બનાવ અને હળવદ પોલીસને જાણ થતા પોલીસે તેના મુત્યુ અંગે નોધ કરી તપાસ હાથ ધરી છે.

(2) વાંકાનેરના ગારીડા ગામ નજીક યુવાનને ઝેરી દવા પીન આપઘાત કર્યો

વાંકાનેરના ગારીડા ગામ નજીક વિજયભાઈ રાજુભાઈ સરવૈયાએ તેની GJ-13-CA-4913 નંબરની ઇકો કારમાં પોતાની જાતેથી કોઈ કારણોસર ઝેરી દવા પી જતા સારવારમા માટે કુવાડવા ગીરીરાજ હોસ્પીટલમા ખસેડી ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસને જાણ થતા તેના મુત્યુ અંગે નોધ કરી છે.

(3) મોરબીના લીલાપર રોડ નજીક ઓમકાર રીસીડેન્સીના ચોથા માળેથી કુદી યુવાનને આપઘાત કર્યો

મોરબીના લીલાપર રોડ પાસે આવેલ ઓમકાર રીસીડેન્સીમાં રહેતા અને અસમના વતની એમ.ડી.હીફઝુલા અબ્હુસ સહીદને તેની પત્ની સાથે નાની નાની વાતમાં બોલાચાલી ઝગડો થતો હોય જેથી ગત તા.-23/09/2024 ના રોજ આ યુવાને ઓમકાર રીસીડેન્સી ના ચોથા માળેથી પોતે પોતાની રીતે નીચે કુદી જતા તેને પીએમ અર્થે હોસ્પીટલમાં ખસેડી ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે મોરબી સીટી એ-ડીવીઝન પોલીસે તેની એડી નોધ કરી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW