મોરબી જિલ્લામાં ભારે વરસાદ ને પગલે મચ્છુ 2 ડેમમાં 30 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે અને ડેમમાથી 2.49 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. જેના કારણે મચ્છુ નદી માં ઘોડાપૂર જેવી સ્થિતિ સર્જાઇ છે. મચ્છુ નદી બે કાંઠે વહેતી થતાં નીચાણ વાળા વિસ્તાર પાણી ભરાવા લાગ્યા છે. જેના કારણે વહીવટી તંત્ર દ્વારા સુરક્ષાના ભાગરૂપે નીચાણ વાળા વિસ્તાર માં રહેતા લોકોને સુરક્ષા સ્થળે ખસેડવામાં આવ્યાં હતા. મોરબીના મકરાણી વાસ, વણકર વાસ વાલ્મિકી વાસ, રબારી વાસ, વજેપાર સહિતના વિસ્તારોમાં લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.આં ઉપરાંત મોરબીના ગોર ખીજડીયા, સાદુંલકા, સહિતના તમામ નીચાણ વાળા વિસ્તારના નદી કિનારે રહેતા લોકોને દૂર ખસેડવામાં આવ્યા છે.

