આદર્શ નિવાસી શાળા ઓઢવ અમદાવાદ ખાતે આજે 11 લીમડાના વૃક્ષનું વાવેતર કરવામાં આવ્યું જેમાં પ્રકૃતિ રક્ષક ડૉ સતીષ પટેલ ગાયત્રી પરિવાર અને કે. ડી ચૌહાણ તથા એન જે પટેલ અને વિદ્યાર્થીઓ સાથે મળી વૃક્ષારોપણ કરવામાં આવ્યું છેલ્લા ત્રણ વર્ષથી સૌ સાથે મળી આ કેમ્પસની અંદર હરિયાળું બનાવવા માટે 350 થી પણ વધારે વૃક્ષો ઉછેરવામાં આવ્યા છે દરેક વૃક્ષને વિદ્યાર્થી પોતે જતન કરે છે દરેક વિદ્યાર્થી વૃક્ષને મિત્ર બનાવી તેને ઉછેરે છે અને આ કેમ્પસની અંદર આજે 350 થી પણ વધારે વૃક્ષો બહુ સારી ઊંચાઈએ જોવા મળે છે એનો શ્રેય આ સ્કૂલના આચાર્ય કે ડી ચૌહાણને જાય છે ખુબ સુંદર કામ કર્યું છે સ્કૂલનું નામ છે આદર્શ નિવાસી સ્કૂલ પણ એટલું જ આદર્શ અહીં કામ થાય છે એ ખૂબ પ્રસંસનીય છે વિદ્યાર્થી પોતાના જીવનકાળ દરમિયાન એ વૃક્ષને મિત્ર બનાવે છે અને જ્યાં સુધી તે સ્કૂલમાં ભણે છે ત્યાં સુધી તેની કાળજી કરે છે.

