માળિયાના જુનાઘાંટીલા ગામમાં આવેલું પ્રસિદ્ધ શ્રી દૂધેશ્વર મહાદેવ મંદિર દ્વારા આગામી અમાસને લઈને મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. તા. 11 સપ્ટેમ્બર, 2026ના રોજ યોજાનારો પરંપરાગત અમાસનો મેળો આ વર્ષે સુરક્ષા અને વ્યવસ્થાના કારણોસર રદ કરવામાં આવ્યો છે.
મંદિર સંચાલન દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, આ દિવસે મંદિર પરિસરમાં કોઈપણ પ્રકારના સ્ટોલ, ચકડોળ કે અન્ય વેપારી પ્રવૃત્તિઓને મંજૂરી આપવામાં આવશે નહીં. જેથી મેળા માટે આવતા વેપારીઓ અને આયોજકોએ આ નિર્ણયની નોંધ લેવા જણાવાયું છે.
જોકે, મેળો રદ કરવામાં આવ્યો હોવા છતાં શ્રી દૂધેશ્વર મહાદેવના દર્શન માટે મંદિર ભક્તો માટે નિયમિત રીતે ખુલ્લું રહેશે. ભક્તજનો ભગવાનના દર્શન કરી શકશે. મંદિર સંચાલન દ્વારા સર્વે ધર્મપ્રેમી ભક્તજનોને મેળો બંધ રાખવાના નિર્ણયને ધ્યાનમાં લઈ સહકાર આપવા તથા વ્યવસ્થા જાળવવામાં સહભાગી બનવા અપીલ કરવામાં આવી છે.

