હળવદના જુના ધનાળા ગામે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા છ શખ્સોને હળવદ પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે સ્થળ પરથી રોકડ રૂ.14,550 સહિતનો મુદ્દામાલ કબજે કરી તમામ વિરુદ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, હળવદ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને બાતમી મળી હતી કે, જુના ધનાળા ગામે જાહેર સ્થળે કેટલાક શખ્સો જુગાર રમી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે દરોડો પાડી જુગાર રમતા છ શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસે પકડાયેલા આરોપીઓમાં અશોકભાઈ પ્રેમદાશભાઈ વૈષ્ણવ (રહે. આનંદ પાર્ક, હળવદ), લલીતભાઈ હિંમતલાલ ઠાકર, સંજયભાઈ ધારાભાઈ રંગપરા (બંને રહે. વેલાળા, તા. મુળી), કરશનભાઈ નારણભાઈ સોનાગ્રા (રહે. નવા ધનાળા), નીરવભાઈ પ્રવિણભાઈ ચૌહાણ (રહે. દંતેશ્વર દરવાજા પાસે, વકીલ શેરી, હળવદ) તેમજ દિનેશભાઈ ઓગળભાઈ ઝીંઝવાડિયા (રહે. જુના ધનાળા)નો સમાવેશ થાય છે.
દરોડા દરમિયાન પોલીસે આરોપીઓ પાસેથી રૂ.14,550ની રોકડ રકમ કબજે કરી હતી. સમગ્ર મામલે હળવદ પોલીસે જુગારધારા હેઠળ ગુનો નોંધી આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

