મોરબી શહેરના હરિહર નગર સોસાયટીમાં રહેતા અને કે કે ઈલેક્ટ્રોનિક નામની દુકાન ચલાવતા દર્શનભાઇ કીરીટભાઇ શાહ નામના વેપારી માળિયા નજીક ઈ વાહનોના ચાર્જીંગ માટે ચાર્જીંગ સ્ટેશન ચાલુ કરવા માંગતા હોય જેથી તેઓએ ઓનલાઈન વેબસાઈટમાં ટાટા પાવર લીમીટેડના EZ CHARGE માટે સર્ચ કરતા તેમાં ઓનલાઈન ફોર્મ ભર્યું હતું જે બાદ કમ્પનીના ટોલ ફ્રી નંબર પર ફોન પરથી ફોન આવ્યો હતોં ને તેની અરજી સબમિટ થઇ ગઈ હોય ઉપરી અધિકારી તેમને ફોન કરી માહિતી આપશે જે બાદ રવિકુમાર નામની વ્યક્તિએ કમ્પનીના એમ્પ્લોય હોવાનું જણાવી દર્શન ભાઈ પાસે જે તે જગ્યાના ફોટો ગ્રાફ તેનું પાન કાર્ડ બેંક ડીટેઇલ સહિતની વિગત મગાવી હતી તેમજ રજીસ્ટ્રેશન ન પેટે બેંકમાં 25 500 જમા કરાવ્યા હતા બાદમાં ધીમે ધીમે ડીલર શીપ રજીસ્ટ્રેશન, સિક્યુરીટી ડીપોઝીટ તેમજ અલગ અલગ પ્રકારના રૂપિયા24 લાખ 67 હજાર જેટલી રકમ અલગ અલગ સમયે અલગ અલગ બેંક ખાતાઓમાં જમા કરાવી હતી બાદમાં આરોપી રવિનો નંબર અચાનક સ્વીચ ઓફ થઇ ગયો હતો જેથી વેપારીએ કમ્પનીમાં તપાસ કરતા ડોક્યુંમેન્ટ ફેક હોય અને તેની સાથે છેતરપીંડી થઇ હોવાનું કંપની દ્વારા જણાવવામાં આવ્યું અને તેઓ પોલીસ ફરિયાદ કરી શકે છે તેમ જણાવતા વેપારીના પગ નીચે થી જમીન સરકી ગઈ હોય તેવી સ્થિતિ બની હતી જેથી દર્શન ભાઈએ આરોપીઓ સામે એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે

